કચ્છ જિલ્લાના કંડલા પોર્ટ વિસ્તારમાં આજે વહેલી સવારે પ્રશાસન દ્વારા વિશાળ પાયે એન્ટી-એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ વિસ્તારોની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને વર્ષોથી અટકેલી સફાઈ પ્રક્રિયાને આજે ઝડપી અમલમાં મૂકી દેવાઈ છે. સુરક્ષા એજન્સીઓની સૂચના બાદ પોર્ટ આસપાસના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
- 40 અધિકારીઓ અને 500 પોલીસ સાથે કડક બંદોબસ્ત
કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે વિસ્તારને વહેલી સવારે પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યો હતો. કુલ 40થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને 500 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહી કામગીરીનું સુવ્યવસ્થિત સંચાલન કર્યું.
- ભારે મશીનરીનો તગડો ઉપયોગ
વડામથક સ્તરે ચાલી રહેલી આ ડ્રાઈવ માટે 20 JCB, 20 હિટાચી મશીનો, 40 લોડર, 40 ડમ્પરો તેમજ ટ્રેક્ટર સહિતની મશીનરી ને તૈનાત કરવામાં આવી. કંડલા અને મીઠાપોર્ટની આસપાસ વર્ષોથી ઉભેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળતા વિસ્તાર ફરી ખુલ્લો દેખાવા લાગ્યો.
- 100 એકર અને 250 કરોડની સરકારી જમીન મુક્ત
તંત્રના પ્રાથમિક આંકડા મુજબ અંદાજે 100 એકર જેટલી સરકારની કિંમતી જમીન ગેરકાયદેસર કબજાથી મુક્ત થઈ છે. આ જમીનની બજાર કિંમત લગભગ 250 કરોડ રૂપિયા કરતાં વધુ હોવાનું સ્થાનિક તંત્રનું કહેવું છે. વર્ષોથી પડેલા આ દબાણો વિકાસ રોકવાને ઉપરાંત પોર્ટ સુરક્ષાને પણ જોખમરૂપ બન્યા હતા.
- દેશની આર્થિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ વિસ્તાર
પોર્ટ વિસ્તાર દેશની આર્થિક પ્રવૃત્તિઓની રીઢ માનવામાં આવે છે. તેથી અહીં ગેરકાયદેસર બાંધકામો સહન ન કરવા અને પોર્ટ સુરક્ષામાં કોઈ શિથિલતા ન રાખવાનો તંત્રનો સ્પષ્ટ અભિગમ છે. કાર્યવાહી બાદ આ જમીનનો ઉપયોગ સુરક્ષા અને વિકાસના હિતમાં કેવી રીતે કરવો, તેની ચર્ચા પણ શરૂ થઈ છે.
તંત્રના જણાવ્યા મુજબ, આવનારા દિવસોમાં આવી કામગીરીને વધુ સઘન બનાવવામાં આવશે જેથી ગુનાહિત દબાણો અને ગેરકાયદેસર કબજો ફરી ન થાય.




Leave a Comment