લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠા

રાણપુર ગામે કુહાડીથી હત્યા, 12 વર્ષીય પુત્રએ કર્યો ચોંકાવનાર ખુલાસો

by

Thenewsdk

Updated: 09-12-2025, 09.36 AM

Follow us:

દાંતા તાલુકાના રાણપુર ગામે શનિવારે રાત્રે બનેલા હત્યાના નરમુંહા કિસ્સામાં પતિ જ પોતાની પત્નીનો કાતિલ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાપ્રમાણે, 36 વર્ષીય હેમાબાઈબેન રબારીની કુહાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપી પતિ શૈલેષ ઉર્ફે કલુ લાલજીભાઇ રબારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાના સમયે મહિલાનો 12 વર્ષીય પુત્ર હાજર હતો. પોતાની આંખો સામે માતા પર હુમલો થતાં તે સ્તબ્ધ થઈ ગયો અને તરત જ મામીના ઘરે પહોંચી ઘટનાની માહિતી આપી. બાદમાં પરિવારજનોએ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

પોલીસે જણાવ્યું કે હત્યા કુટુંબના આંતરિક વિવાદને કારણે થયા હોવાનું પ્રારંભિક તારણ છે. આરોપી પતિની શોધખોળ માટે પોલીસ ટીમો રવાના કરી દેવામાં આવી છે અને તેની ધરપકડ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤