લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠા

અંબાજી નજીક જમીન વિવાદે હિંસક વળાંક: 500થી વધુ લોકોના ટોળાએ 47 અધિકારીઓ પર હુમલો

by

Thenewsdk

Updated: 14-12-2025, 02.57 AM

Follow us:

દાંતા તાલુકાના પાડલિયા ગામમાં જમીન વિવાદને લઈને ગંભીર હિંસાની ઘટના સામે આવી છે. જમીન સંબંધિત વિવાદ દરમિયાન 500થી વધુ લોકોના ઉગ્ર ટોળાએ સરકારી કર્મચારીઓ પર સુયોજિત હુમલો કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, પોલીસ વિભાગ, વન વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ સ્થળ પર કાર્યવાહી માટે પહોંચ્યા ત્યારે ભીડે પથ્થરમારો કર્યો હતો. સાથે જ ગોફણ અને તીર-કાંમઠા જેવા પરંપરાગત હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી હતી.

આ હુમલામાં કુલ 47 સરકારી અધિકારીઓ ઘાયલ થયા છે, જેમાંથી 45ને સામાન્ય ઇજાઓ પહોંચી છે જ્યારે 2 અધિકારીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને વિસ્તારમા વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવાયું છે, જ્યારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤