મારું ગુજરાત

અમદાવાદના શેલા વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ: 15 માળ સુધી ધુમાડો ફેલાયો

by

Thenewsdk

Updated: 26-03-2026, 11.00 AM

Follow us:

અમદાવાદ આગ સમાચાર : સવારે લગભગ 8 વાગ્યાના આસપાસ ફાયર બ્રિગેડને આગ લાગ્યાનો સંદેશ મળ્યો હતો. શરૂઆતમાં બેથી ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચાડવામાં આવી હતી, પરંતુ આગની તીવ્રતા જોતા વધુ ટીમોને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.

અંતે કુલ 10થી 12 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી હતી.

આગ લાગતા જ બિલ્ડિંગના સી બ્લોકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રહેવાસીઓએ તરત જ સાવચેતી રાખીને બિલ્ડિંગમાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા,

જેને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. શરૂઆતમાં ફસાયેલા લોકોને ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.

મોટી જાનહાની ટળી

ઘટનાની શરૂઆત ત્રીજા માળના એક ફ્લેટમાંથી થઈ હતી. તે સમયે ફ્લેટમાં રહેલા ચાર લોકોને સિક્યુરિટી ગાર્ડે સમયસર ચેતવીને બહાર કાઢી લીધા હતા, જેના કારણે મોટી જાનહાની ટળી હતી.

આગ ધીમે ધીમે વધતી ગઈ અને ચોથા માળના એક ફ્લેટ સુધી ફેલાઈ ગઈ હતી. આગના કારણે ત્રીજાથી છઠ્ઠા માળ સુધી અસર જોવા મળી હતી, ખાસ કરીને ધુમાડાના કારણે લોકોમાં ડર ફેલાયો હતો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.