બનાસકાંઠા

ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી: આજથી 3 એપ્રિલ સુધી કમોસમી વરસાદ

by

Thenewsdk

Updated: 28-03-2026, 07.30 PM

Follow us:

અગામી પાંચ દિવસ દરમ્યાન છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે

કમોસમી વરસાદ પડવાથી ઘઉં અને રાજગરા જેવા વાવેતરને નુકશાન થવાની ભીતિ 

North gujarat rain forecast : બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના પ્રારંભે ગત પખવાડિયામાં કમોસમી વરસાદ પડ્યા બાદ ફરી આજથી અગામી પાંચ દિવસ દરમ્યાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જોકે આ કમોસમી વરસાદને લેવામાં બાકી છે તેવા ઘઉં અને રાજગરા જેવા પાકોને નુકશાનથી સંભાવના વર્તાવા લાગી છે

રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગની આડ અસર વિવિધ ઋતુઓ પર વર્તાઇ રહી છે જેમાં હાલ ઉનાળાની મોસમ પગરવ કરી રહી છે તેવા સમયે વાતાવરણ ચોમાસા જેવું સર્જાય રહ્યું છે જેમાં ગત તા.18 અને 19 માર્ચના રોજ કમોસમી વરસાદ પડતા વાવેતરને નુકશાન થયું હતું જે બાદ માંડ વાતાવરણ સ્વચ્છ બન્યું હતું ત્યાં ફરી વાર કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

જેમાં તાં.29 અને 30 માર્ચ તેમજ તાં.2 અને 3 એપ્રિલના રોજ બનાસકાંઠા,વાવ થરાદ,પાટણ અને મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી જેના પગલે વાતાવરણમાં પણ અચાનક પલટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાવા લાગ્યા છે આમ હાલ ઉનાળાની ઋતુમાં ઉત્તર ગુજરાતના લોકોને ચોમાસાની મોસમનો અહેસાસ થશે સાથે આ કમોસમી વરસાદને લઇ ખેતરોમાં ઉભેલ રાજગરા જેવા પાકને નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.