લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

Sensex crash today : શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: BSE Sensex 1100થી વધુ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને મોટો ઝટકો

by

Thenewsdk

Updated: 30-03-2026, 10.58 AM

Follow us:

Sensex crash today : સોમવારે ટ્રેડિંગ સત્રની શરૂઆત જ અત્યંત ખરાબ રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ, તેના અગાઉના બંધ 73,583 ની સામે સીધો 72,565 પર ખુલ્યો હતો. જોકે, વેચવાલીનું દબાણ એટલું તીવ્ર હતું કે ગણતરીની મિનિટોમાં જ ઇન્ડેક્સ 72,391 ના સ્તરે સરકી ગયો હતો. આમ, બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1,192 પોઈન્ટનો મોટો ગાબડો જોવા મળ્યો હતો.

નિફ્ટી પણ ધડામ

નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડેક્સ ગયા શુક્રવારના 22,819 ના સ્તરથી ઘટીને 22,549 પર ખુલ્યો અને જોતજોતામાં 349 પોઈન્ટના ઘટાડા સાથે 22,470 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બજારમાં અચાનક આવેલી આ સુનામી પાછળ વિદેશી સંકેતો જવાબદાર હોવાનું મનાય છે.

બેંકિંગ શેરોમાં ભારે ધોવાણ

સોમવારની ઉથલપાથલમાં સૌથી વધુ માર બેંકિંગ સેક્ટરને પડ્યો હતો. ખાનગી અને સરકારી બંને બેંકોના શેરોમાં પડાપડી જોવા મળી હતી. શરૂઆતના વેપારમાં એક્સિસ બેંકનો શેર સૌથી વધુ 4% તૂટ્યો હતો.

આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક 3%, HDFC બેંક 2.50%, ICICI બેંક 1.70% અને દેશની સૌથી મોટી બેંક SBI ના શેરમાં 1.10% નો ઘટાડો નોંધાયો હતો. બેંકિંગ સિવાય બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલ જેવા લાર્જકેપ શેરો પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤