લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠા

Banaskantha : પાલનપુરમાં ચકચારી શાંતિ તિવારી મર્ડર કેસનું આરોપી દંપતી પાંચ દિવસના રિમાન્ડ પર

by

Thenewsdk

Updated: 31-03-2026, 07.17 PM

Follow us:

પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી 

અગામી તાં.4 એપ્રિલના રોજ રિમાન્ડ પૂરા થયા બાદ બન્ને આરોપીને જેલમાં ધકેલવામાં આવશે

Banaskantha : પાલનપુરમાં ચકચાર મચાવનાર શાંતિબેન તિવારીની હત્યા તેની સહેલી રેખા રાઠોડે તેના પતિએ બે સગીર સાગરીત સાથે કરી હતી જેમાં પોલીસે આરોપી દંપતીને ઝડપી પાડી તેમને પાલનપુરની કોર્ટમાં રજૂ કરી આરોપીઓની હત્યા લક્ષી પૂછતાછ કરવા માટે તેમના સાત દિવસના રિમાન્ડ મેળવવાની માંગણી કરી હતી જોકે કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પાલનપુરમાં ત્રણ સંતાનની જનેતા અને ગૃહિણી જીવન વિતાવતી શાંતિબેન તિવારીની તેમની સહેલી રેખા રાઠોડ દ્વારા ફિલ્મી ઢબે ક્રૂર હત્યા કરવામાં આવી હતી રેખા રાઠોડે મૃતક શાંતિબેનના પતિ વસંત આકેડીવાલાને ધર્મનો ભાઇ બનાવ્યો હોય તેમની સાથે પારિવારિક સંબંધ હતા જેને લઇ રેખા રાઠોડે તેમની પાસેથી પશુ પાલનનો ધંધો કરવા સોનાના દાગીના અને રોકડ રકમ લીધી હતી તે કરોડોનો મુદ્દામાલ પરત કરવો ન પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને રેખા રાઠોડે શાંતિ તિવારીને દાગીના અને પૈસા લેવા તેના નિવાસસ્થાને બોલાવે છે.

જ્યા પ્રસાદમાં ગેન આપી તેમને બેભાન કરવામાં આવે છે ત્યારબાદ રેખા રાઠોડે તેના પતિ તેજા દેવા રાઠોડ અને બે સગીર સાગરીત સાથે મળીને શાંતિબેનને કલઝ વાયર વડે ગળે ટૂંપો આપી હત્યા કરી દેવામાં આવે છે બાદમાં લાશને બાળી લઇ તેને કોથળામાં પેક કરીને આબુ હાઇવે પર આવેલ એક બંધ શો રૂમના ભોંયરામાં ફેંકી દેવામાં આવે છે

જોકે નિર્દોષ મહિલાની ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર રેખા રાઠોડ અને તેના પતિ ને પોલીસે ઝડપી પાડી બન્ને ને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં કોર્ટે આરોપીઓનાપાંચ દિવસ રિમાન્ડ મંજૂર કર્યા હતા જોકે આગામી તાં.4 એપ્રિલના રોજ આરોપીઓના રિમાન્ડ પૂરા થયા બાદ તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤