ઉનાળાની શરૂઆત થતા ગરમીને કારણે શાળાઓના સમયમાં ફેરફાર કરાયો
મે મહિલાના પ્રથમ પખવાડિયામાં શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરાશે
Banaskantha: ઉનાળાની મોસમની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીને ધ્યાને રાખીને બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરીને શાળામાં બાળકોના અભ્યાસ ક્રમનો સમય વહેલી સવારનો કરવામાં આવ્યો છે જેને લઈ આજથી શાળાઓ વહેલી સવારથી ધમધમતી થશે
દર વર્ષે ઉનાળાની ઋતુમાં પડતી ગરમીને લઇ શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકોમાં આરોગ્યની જાળવણી હેતુ એપ્રિલ મહિનાના શાળાઓ સમય વહેલી સવારનો કરવામાં આવે છે જે અંતર્ગત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામા આજે તાં.1 એપ્રિલ થી 2300 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોમાં શિક્ષણનો સમય વહેલી સવારે 6.50 કલાકથી 11.30 કલાકનો કરવામાં આવ્યો હતો.
જેને લઈ બન્ને જિલ્લામા વહેલી સવારે શાળામાં બાળકોનો કલરવ ગુંજી ઉઠશે તેમજ આગામી મે મહિના પ્રથમ પખવાડિયામાં શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવશે જેને લઇ નાના બાળકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી જોકે જિલ્લામા કેટલીક માધ્યમિક શાળાઓમાં પણ સમય વહેલી સવારનો કરવામાં આવ્યો છે.




Leave a Comment