Vav Tharad: થરાદ ખાતે નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યાની શંકા વચ્ચે એક યુવકનો મૃતદેહ જાદલા પુલ નજીક તરતી હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ તા.04/04/2026 ના રોજ વહેલી સવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે થરાદની મુખ્ય નર્મદા કેનાલના ડેલ પુલ નજીક કોઈ યુવકે પોતાના ચંપલ કેનાલના કિનારે મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકા છે. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કેનાલમાં સઘન શોધખોળ હાથ ધરી હતી.

જોકે આખો દિવસ શોધખોળ કર્યા બાદ પણ યુવક મળી આવ્યો નહોતો. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, આજરોજ ફરી શોધ કામગીરી દરમિયાન જાદલા પુલ પાસે કેનાલમાં એક યુવકની લાશ તરતી હાલતમાં જોવા મળી હતી. ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે મૃતદેહનો કબ્જો લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને પરિવારજનોની હાજરીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
અહેવાલ…હાર્દિકસિંહ રાજપુત




Leave a Comment