ધરણીધર તાલુકામાં કોંગ્રેસ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપ સરકાર અને સ્થાનિક ધારાસભ્ય પર ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો.
Vav Tharad : ગેનીબેન ઠાકોર એ ભાજપ પર કડક શબ્દોમાં પ્રહાર કર્યા હતા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન તેમણે ભાજપ સરકાર અને સ્થાનિક ધારાસભ્યને લઈને અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ 30 વર્ષથી સરકાર હોવા છતાં વિકાસનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો આજે કોંગ્રેસના કાર્યકરોને શોધવાની જરૂર ન પડતી.
“ભાજપ વાળા તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જાય એવી સ્થિતિમાં છે,” એમ તેમણે તીખું નિવેદન આપ્યું હતું. સાંસદે વધુમાં કહ્યું કે પોતાના ધારાસભ્ય કાર્યકાળ દરમિયાન ગામડાઓમાં ડામરના રસ્તાઓ બનાવવાના કામ કરવામાં આવ્યા હતા અને લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા દોઢ વર્ષથી હાલના ધારાસભ્ય લોકો વચ્ચે જોવા મળતા નથી, જ્યારે તેઓ પોતે સતત ગામડે ગામડે ફરીને લોકો સાથે મુલાકાત કરતી રહી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
*અહેવાલ…હાર્દિકસિંહ રાજપુત*




Leave a Comment