થરાદ મામલતદાર કચેરીમાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. કચેરીની કેટલીક ઓફિસો ખાલી હોવા છતાં તેમાં પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે,
છતાં કચેરીની કેટલીક ઓફિસોમાં કર્મચારીઓ હાજર ન હોવા છતાં પંખા ચાલુ રાખવામાં આવ્યા હોવાનું નજરે પડ્યું હતું. સ્થળ પર જોવા મળ્યું હતું કે ઓફિસમાં બેઠેલા કેટલાક અધિકારીઓ પંખા ચાલુ મૂકી બહાર નીકળ્યા હતા.
જેના કારણે સરકારી વિજળીનો બિનજરૂરી બગાડ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સરકારની તિજોરીમાંથી જતી વીજળીનો આ રીતે બગાડ કરવો યોગ્ય નથી. ખાલી ઓફિસોમાં પંખા ચાલુ રાખનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
*અહેવાલ… હાર્દિકસિંહ રાજપુત*




Leave a Comment