લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat Weather Update Meteorological Department Forecast for the Next 7 Days Monsoon in Gujarat

by

Thenewsdk

Updated: 19-05-2026, 06.13 PM

Follow us:

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat Weather Update Meteorological Department Forecast for the Next 7 Days Monsoon in Gujarat



Monsoon in Gujarat: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, અમદાવાદમાં આગામી દિવસોમાં આકરી ગરમી અને ભારે ઉકળાટનો અનુભવ થતો રહેશે. શહેરમાં તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જેમાં માત્ર 1થી 2 ડિગ્રીની જ સામાન્ય વધઘટ જોવા મળી શકે છે. આ ગરમીના માહોલ વચ્ચે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, પરંતુ આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે આગામી ચોમાસા માટેની ભૌગોલિક સ્થિતિ અત્યંત સાનુકૂળ બની રહી છે.

આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ‘આગામી 7 દિવસો માટે, એટલે કે 19થી 25 મે સુધીની આગાહી મુજબ, હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. છતાં, કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની સ્થિતિ વિશે જાણીએ તો ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં અને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં પવન ફૂંકાશે, જેની ઝડપ 15થી 20 નોટ અને ક્યારેક 25 નોટ સુધી પહોંચવાની સંભાવના છે.’

ક્યાં કેટલું તાપમાન?

હવામાન વિભાગ મુજબ ‘અમદાવાદમાં આજે મંગળવારે આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ગઈકાલે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 43.7 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 43.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.’

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય

અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ઉત્તર પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા જમ્મુની આસપાસ 1.5થી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય છે, અને તેની ઉપર 5.8 કિલોમીટરની ઊંચાઈ પર એક ટ્રફ લાઇન પણ છે જે 72 ડિગ્રી પૂર્વ અને 31 ડિગ્રી ઉત્તર પર ચાલી રહી છે. 

 કેરળમાં ચોમાસું 26 મે આસપાસ બેસી શકે: હવામાન વિભાગ

હવામાન વિભાગે ચોમાસાની પ્રગતિ અંગે જણાવતાં કહ્યું કે તે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગો તેમજ આંદામાન-નિકોબાર ટાપુઓ તરફ આગળ વધી ગયું છે અને આગામી દિવસોમાં પણ તે આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ બનેલી છે. આગાહી મુજબ, કેરળમાં ચોમાસું પહોંચવાની તારીખ 26 મે છે, જેમાં 4 દિવસ આગળ કે પાછળ થઈ શકે છે, જો કે સામાન્ય રીતે ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤