લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

ચેપોકમાં ઈશન કિશનનું તોફાન, ધોની પણ જોતો રહી ગયો: હૈદરાબાદની સાથે ગુજરાત પણ IPL 2026ની પ્લેઓફમાં | csk vs srh ipl 2026 ishan kishan innings srh playoffs

by

Thenewsdk

Updated: 19-05-2026, 09.49 AM

Follow us:

ચેપોકમાં ઈશન કિશનનું તોફાન, ધોની પણ જોતો રહી ગયો: હૈદરાબાદની સાથે ગુજરાત પણ IPL 2026ની પ્લેઓફમાં | csk vs srh ipl 2026 ishan kishan innings srh playoffs


CSK vs SRH IPL 2026: આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને તેના જ ઘર ચેપોકના મેદાન પર 5 વિકેટે કારમી હાર આપી છે. આ જીત સાથે જ પેટ કમિન્સની કેપ્ટનશીપ વાળી હૈદરાબાદની ટીમે 16 પોઈન્ટ્સ સાથે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. ચેન્નઈએ આપેલા 181 રનના ટાર્ગેટને હૈદરાબાદે ઈશાન કિશનની મેચ વિનિંગ ઈનિંગના જોરે 19 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.

ઈશન કિશને ચેન્નઈ સુપર કિંગ્સના બોલર્સની ધોલાઈ કરી 

મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર એમએસ ધોની પણ હાજર હતો. પરંતુ આ સીઝનમાં ઈજાના કારણે તે એક પણ મેચ રમી શક્યો નથી. ચેપોક સ્ટેડિયમની પિચ હંમેશા સ્પીનર્સને મદદ કરે છે અને અહીં 181 રન ચેઝ કરવા સરળ નહોતા. હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી અને ટ્રેવિસ હેડ જલ્દી આઉટ થઈ ગયો. પરંતુ ઓપનર ઈશાન કિશને વન-મેન આર્મીની જેમ કમાન સંભાળી. કિશને માત્ર 37 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને ઈનિંગમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 70 રન ફટકારીને ચેન્નઈના બોલર્સને લાઈન-લેન્થ ભુલાવી દીધી હતી.

મિડલ ઓર્ડરમાં હેનરિક ક્લાસેને ઈશાન કિશનનો શાનદાર સાથ આપ્યો. ક્લાસેનને 18 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું, જેનો ફાયદો ઉઠાવી તેણે 26 બોલમાં 47 રન ઝૂડી કાઢ્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે 75 રનની તોફાની ભાગીદારી કરી. 

ચેપોકમાં ઈશન કિશનનું તોફાન, ધોની પણ જોતો રહી ગયો: હૈદરાબાદની સાથે ગુજરાત પણ IPL 2026ની પ્લેઓફમાં 2 - image

પેટ કમિન્સે શરૂઆતમાં જ CSKની ત્રણ વિકેટ ખેરવી

આ અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે શરૂઆતમાં જ મોટા ઝટકા આપ્યા. કમિન્સે માત્ર 28 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી લીધી. જોકે, અંતિમ ઓવરોમાં ડેવાલ્ડ બ્રેવિસના 44 રન અને શિવમ દુબેના 26 રનની મદદથી ચેન્નઈ 7 વિકેટે 180 રન સુધી પહોંચી શકી હતી.

ચેપોકમાં ઈશન કિશનનું તોફાન, ધોની પણ જોતો રહી ગયો: હૈદરાબાદની સાથે ગુજરાત પણ IPL 2026ની પ્લેઓફમાં 3 - image

હૈદરાબાદની જીતના કારણે GT પણ પ્લેઓફમાં 

હૈદરાબાદની આ જીત સાથે જ આઈપીએલ 2026ના પ્લેઓફનું ચિત્ર ઘણું સાફ થઈ ગયું છે.

RCB (18 પોઈન્ટ્સ): સૌથી પહેલા પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ચૂકી છે.

GT (16 પોઈન્ટ્સ): હૈદરાબાદની જીત થતાં જ ગુજરાત ટાઈટન્સ પણ ટેકનિકલી પ્લેઓફમાં પહોંચી ગઈ છે.

SRH (16 પોઈન્ટ્સ): ગઈકાલની મેચ જીતીને ઓફિશિયલી ક્વોલિફાય થઈ ગઈ.

CSK (12 પોઈન્ટ્સ): ચેન્નઈ અત્યારે 13 મેચમાં 12 પોઈન્ટ સાથે રેસમાંથી સંપૂર્ણ બહાર નથી થઈ, પણ હવે તેણે બીજી ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤