લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા | Smugglers raid Chamunda Mataji’s shrine in Malanpur village

by

Thenewsdk

Updated: 20-05-2026, 06.00 AM

Follow us:

માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા | Smugglers raid Chamunda Mataji’s shrine in Malanpur village



ચોરી કરનાર ઇસમ સીસીટીવીમાં કેદ

મંદિરમાંથી ચાંદીના બે છત્તર મળી રૃ.૧.૨૦ લાખની ચોરી

ભાવનગર–  રાણપુર તાલુકાના
માલણપુર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાં કોઈ અજાણ્યા  ઇસમે 
મંદિરના પ્રવેશી ચાંદીના છત્તરની ચોરી કરી નાસી છૂટયા હતા.

રાણપુર તાલુકાના માલણપુર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાં કોઈ
અજાણ્યા  ઇસમે લોખંડની જાળીના દરવાજા વાટે
પ્રવેશ કરી માતાજીના મઢમા રહેલ બે ચાંદીના ૫૦૦ ગ્રામના છત્તર પૈકી એક ચાંદીના
છત્તર મળી કુલ રૃા. ૧૨૦૦૦૦ ના છત્તરની ચોરી કરી નાસી છૂટયો હતો.મંદિરમાં ફીટ
કરવાના આવેલા સીસીટીવી ચેક કરતા અજાણ્યો ઇસમ મોઢે રૃમાલ બાંધી માથે ટોપી પહેરી
મંદિરમાં ચોરી કરતો દૃશ્યમાન થયો હતો.આ બનાવ સંદર્ભે મનસુખભાઈ ગાંડાભાઈ
ઘાંઘરેટિયાએ અજાણ્યા ઇસમ વિરૃધ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫ ઘ ૩૩૧ ૪
મુજબ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤