લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Are Higher In India Compared To International Markets Like Dubai And Singapore

by

Thenewsdk

Updated: 31-05-2026, 06.00 PM

Follow us:

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Are Higher In India Compared To International Markets Like Dubai And Singapore



photo 1780230655845

Gold Prices in India : લગ્નસરાની સીઝન હોય કે દિવાળી-ધનતેરસ જેવા તહેવારો, ભારતીયો માટે સોનું ખરીદવું એ હંમેશાં પહેલી પસંદ રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જે સોનું ભારતમાં ખૂબ ઊંચા ભાવે મળે છે, તે જ સોનું દુબઈ, અમેરિકા અને સિંગાપોર જેવા દેશોમાં ઘણું સસ્તું હોય છે. આંકડા દર્શાવે છે કે, ભારતમાં સોનું આંતરરાષ્ટ્રીય માર્કેટ કરતાં લગભગ 18% જેટલું મોંઘું છે. એટલે કે અહીં 10 ગ્રામ સોનું ખરીદવા માટે જેટલો ખર્ચ કરવો પડે છે, તેટલા જ ખર્ચમાં વિદેશોમાં વધુ સોનું આવી જાય છે. સામાન્ય ગ્રાહકો અને રોકાણકારો સાચો નિર્ણય લઈ શકે તે માટે એ સમજવું જરૂરી છે કે ભારતમાં સોનું આટલું મોંઘું કેમ છે.

આંકડાની રમત સમજો: વૈશ્વિક બજારમાં 1.6% વધારો, ભારતમાં 18% ! 

1 જાન્યુઆરી 2026ના રોજ ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,32,614 પ્રતિ 10 ગ્રામ હતો. પરંતુ માત્ર પાંચ મહિનાની અંદર, મે 2026 સુધીમાં તેમાં ₹ 23,615નો જોરદાર ઉછાળો આવ્યો અને ભાવ ₹ 1,56,229 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો. બીજી તરફ, જો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ત્યાં સોનાની કિંમત 4, 319 ડૉલર પ્રતિ ઔંસથી વધીને માત્ર 4,388  ડૉલર પ્રતિ ઔંસ સુધી જ પહોંચી છે. એટલે કે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં માત્ર 1.6%નો નજીવો વધારો થયો છે, જ્યારે ભારતમાં આ વધારો 18%ની આસપાસ રહ્યો છે!

કારણ 1 : ઇમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સનો મોટો બોજ

ભારતમાં સોનું મોંઘું હોવાનું સૌથી મોટું કારણ તેના પર લાગતો ટેક્સ છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 80 થી 90 ટકા સોનું વિદેશથી આયાત (ઇમ્પોર્ટ) કરે છે. દેશના વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ રિઝર્વ)ને બચાવવા અને રૂપિયાના મૂલ્યને સ્થિર રાખવા માટે સરકાર સોનાની આયાત પર ભારે ‘ઇમ્પોર્ટ ડ્યુટી’ વસૂલે છે. આ ઉપરાંત, તેના પર ‘એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ’ અને ઉપરથી 3% GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પણ લાગે છે. ત્યારબાદ જ્યારે આ સોનું જ્વેલર્સ સુધી પહોંચે છે, ત્યારે તેમાં ‘મેકિંગ ચાર્જ’ (ઘડામણ) પણ ઉમેરાય છે. આ તમામ ટેક્સ અને ચાર્જીસના કારણે ગ્રાહક સુધી પહોંચતા-પહોંચતા સોનું 18% જેટલું મોંઘું થઈ જાય છે. તેની સામે દુબઈ અને સિંગાપોર જેવા દેશોમાં સોના પર ટેક્સ ખૂબ જ ઓછો અથવા બિલકુલ હોતો નથી, તેથી ત્યાં સોનું સસ્તું મળે છે.

કારણ 2 : કરન્સીની રમત (ડૉલર સામે રૂપિયો નબળો)

સોનાના ભાવ વધવાનું બીજું મુખ્ય કારણ ડૉલર સામે ભારતીય રૂપિયાનું નબળું પડવું છે. વૈશ્વિક સ્તરે સોનાની ખરીદી અને વેચાણ અમેરિકી ડૉલરમાં થાય છે. છેલ્લા કેટલાક સમયમાં ડૉલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે. આને સરળ ભાષામાં સમજીએ તો, જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત સ્થિર રહે, તો પણ ભારતે વિદેશથી સોનું ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડે છે, કારણ કે આયાતકારોએ પેમેન્ટ ડૉલરમાં કરવાનું હોય છે. આ વધારાનો ખર્ચ સીધો ભારતીય બજાર પર ટ્રાન્સફર થાય છે અને સોનું મોંઘું બને છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤