લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm portal security breach admission

by

Thenewsdk

Updated: 31-05-2026, 03.05 PM

Follow us:

OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm portal security breach admission



CBSE Admits Security Gaps in OSM Portal : CBSEના ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) પોર્ટલની સુરક્ષા સામે ઉઠેલા ગંભીર સવાલો બાદ આખરે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પોતાની મૌન તોડ્યું છે. બોર્ડે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેમના સર્વિસ પ્રોવાઈડર દ્વારા સંચાલિત પોર્ટલમાં કેટલીક સુરક્ષા ખામીઓ હતી, જેને હવે દૂર કરવામાં આવી રહી છે.

બોર્ડની સત્તાવાર પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક નિવેદન જાહેર કરતા બોર્ડે જણાવ્યું કે, સરકારી એજન્સીઓ અને IITના સાયબર સિક્યોરિટી નિષ્ણાતોની એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી પોર્ટલની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે. CBSEના જણાવ્યા અનુસાર, ઓળખાયેલી તમામ ખામીઓને નિયંત્રિત કરી લેવામાં આવી છે અને પોર્ટલને વધુ સુરક્ષિત સેટઅપ પર સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે.

એથિકલ હેકર્સનો આભાર માન્યો

CBSEએ એવા સતર્ક નાગરિકો અને એથિકલ હેકર્સનો આભાર માન્યો છે જેમણે આ સુરક્ષા ખામીઓ તરફ બોર્ડનું ધ્યાન દોર્યું હતું. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે તેઓએ આવા કેટલાક વ્યક્તિઓનો સીધો સંપર્ક કર્યો છે અને ભવિષ્યમાં પણ જો કોઈને આવી ખામીઓ જણાય, તો તેઓ secy-cbse@nic.in ઈમેલ પર જાણ કરી શકે છે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

આ સમગ્ર વિવાદ બે યુવા એથિકલ હેકર્સના ઘટસ્ફોટ પછી શરૂ થયો હતો:

નિસર્ગ અધિકારી (19): તેમણે દાવો કર્યો હતો કે CBSEની આન્સરશીટ અને પ્રશ્નપત્રો AWS બકેટ પર સાર્વજનિક રીતે ઉપલબ્ધ હતા.

સાર્થક સિદ્ધાંત (17): આ વિદ્યાર્થીએ CBSEના ટેન્ડર દસ્તાવેજોનું વિશ્લેષણ કરીને આક્ષેપ કર્યો હતો કે, હૈદરાબાદ સ્થિત ‘Coempt Eduteck’ને કોન્ટ્રાક્ટ આપવા માટે બોર્ડે સુરક્ષાના ધોરણોમાં છૂટછાટ આપી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤