લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

દેશના હવામાને મૂડ બદલ્યો! 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ! ચોમાસાને લઈને પણ ગુડ ન્યૂઝ | imd issues storm and rain alert for 18 states

by

Thenewsdk

Updated: 02-06-2026, 06.29 PM

Follow us:

દેશના હવામાને મૂડ બદલ્યો! 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ! ચોમાસાને લઈને પણ ગુડ ન્યૂઝ | imd issues storm and rain alert for 18 states



IMD Alert Weather Update: દેશના હવામાનનો મૂડ બદલાયો છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી-NCR સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે 6 જૂન સુધી વાવાઝોડા અને વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે. આ દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. IMD અનુસાર, 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ છે. આમ, તેજ પવનો સાથે મધ્યમથી ભારે વાવાઝોડાની પણ શક્યતા છે. જેમાં 2 થી 5 જૂન સુધી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. તેવામાં દેશમાં ચોમાસાને લાઇન પણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે.

દિલ્હી-NCR માં ભારે પવન સાથે વરસાદની આગાહી 

IMD ની લેટેસ્ટ આગાહી અનુસાર, દિલ્હી-NCR માં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે, ખાસ કરીને 4 અને 5 જૂનના રોજ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન વરસાદ પણ પડી શકે છે, જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાન ઠંડુ રહી શકે છે. 

જ્યારે 3 અને 4 જૂનના રોજ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં કરા પડવાની પણ આગાહી કરી છે. 2 થી 6 જૂન દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે છૂટાછવાયા હળવો વરસાદ પડી શકે છે.

ચોમાસા અંગે પણ ગુડ ન્યૂઝ 

 ચોમાસા અંગે અપડેટ આપતા IMD એ જણાવ્યું કે, 4 જૂને મોનસુન કેરળમાં પધારી શકે છે. જેમાં 4 જૂનની આસપાસ દક્ષિણપશ્ચિમ મોનસુન આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. જે દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગળ વધી શકે છે. જેથી આગામી 6-7 દિવસ દરમિયાન કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

માછીમારો માટે ખાસ સલાહ

IMD એ તમિલનાડુ અને કર્ણાટકના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. છેલ્લા 24 કલાકમાં લક્ષદ્વીપમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. આ દરમિયાન, હવામાન વિભાગે માછીમારોને 7 જૂન સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ચોક્કસ વિસ્તારો, જેમ કે માલદીવ, કેરળ-કર્ણાટક કિનારો અને આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

બિહારમાં ગરમીનું એલર્ટ, દિલ્હીમાં 1 જૂન ત્રણ વર્ષમાં સૌથી ઠંડું

ચોમાસુ નજીક આવી રહ્યું છે, ત્યારે બિહારમાં 4 થી 6 જૂન દરમિયાન તીવ્ર ગરમીનું મોજું આવવાની સંભાવના છે. IMD અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ તાપમાન તેલંગાણાના આદિલાબાદમાં 44.8°C નોંધાયું છે. 3 જૂન સુધી ઉત્તરપશ્ચિમ ભારતમાં તાપમાન 2-4°C વધી શકે છે, ત્યારબાદ ઘટાડો થવાની ધારણા છે. સોમવારે(1 જૂન, 2026) દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષમાં જૂન મહિનાની સૌથી ઠંડી શરૂઆત થઈ હતી. 

કયા રાજ્યોમાં વરસાદ પડશે?

IMD મુજબ, આગામી 5-7 દિવસમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ અને આસામ-મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં પણ વિવિધ દિવસોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આખા અઠવાડિયા દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર મોટાપાયે વરસાદની આગાહી કરી છે.

જ્યારે 2 થી 6 જૂન દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ વાવાઝોડા અને ધૂળની ડમરી ઉડવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયો વરસાદ અને વાવાઝોડા ચાલુ રહેવાની સંભાવના છે. 2 થી 6 જૂન દરમિયાન પશ્ચિમ ભારતના રાજ્યો કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤