લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ક્રૂડમાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો: વિશ્વ બજારમાં ચીનની નવી ખરીદીને બ્રેક વાગી | Crude falls sharply on higher prices: China’s fresh buying breaks the global market

by

Thenewsdk

Updated: 05-06-2026, 06.30 AM

Follow us:

ક્રૂડમાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો: વિશ્વ બજારમાં ચીનની નવી ખરીદીને બ્રેક વાગી | Crude falls sharply on higher prices: China’s fresh buying breaks the global market



photo 1780589454728

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. સોનાના ભાવ ઉંચકાયા હતા જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવી રહ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી ઘટયા હતા. ક્રૂડના ભાવમાં આશરે ૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૫૯થી ૪૪૬૦ ડોલર વાળા નીચામાં ભાવ ૪૪૨૪ થયા પછી ઉંચામાં ભાવ ૪૫૦૪ થઈ ૪૫૦૩ ડોલર રહ્યા હતા.

 વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૬૦૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૫૦૦ રહ્યા હતા. જો કે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૫૦૦૦ ઘટી રૂ.૨૫૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૪.૪૬ વાળા નીચામાં ભાવ ૭૨.૪૬ થયા પછી ઉંચામાં ભાવ ૭૪.૪૩ થઈ ૭૪.૪૨ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૦૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૫૪૬૧ તથા ૯૯૯ના રૂ.૧૫૬૦૮૬ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૫૦૦ ઘટી જીએસટી વગર ભાવ નીચામાં રૂ.૨૫૯૧૪૩ થઈ રૂ.૨૬૧૦૮૮ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૦૦ ઘટી નીચામાં ભાવ રૂ.૬૩૯૬૫ થઈ રૂ.૬૪૫૧૫  રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૩૦ વાળા ઘટી નીચામાં ભાવ ૧૮૫૪ થઈ ૧૮૯૯થી ૧૯૦૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ૧૩૫૪ વાળા નીચામાં ભાવવ ૧૩૦૭ થઈ ૧૩૨૮થી ૧૩૨૯ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના બાવ બેરલના ૯૭.૯૬ ડોલરવાળા નીચામાં ભાવ ૯૪.૭૭ થઈ ૯૪.૯૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૫.૬૪ વાળા નીચામાં ભાવ ૯૨.૮૫ થઈ ૯૩.૦૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ચીનની નવી માગ ધીમી રહી હતી. 

જો કે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટી રહ્યાના સમાચાર હતા. ભારતના વડા પ્રધાનની વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ સાથેની મુલાકાતના પગલે ભારતમાં વેનેઝુએલાથી ક્રૂડતેલની ઈમ્પોર્ટ વધવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

ચીનની નવી માગ ઘટતાં ઈરાનના ક્રૂડતેલના ભાવ બેરલના ૫૦ સેન્ટથી ૧ ડોલર ડિસ્કઉન્ટમાં બોલાતા થયા હતા. ઈરાનના આઈલમાં ચીનની માગ ઘટી ૧૬ મહિનાના તળિયે પહોંચી છે. રશિયાના ક્રૂડતેલમાં પ્રીમિયમો ઘટયાના સમાચાર પણ મળ્યા હતા.

 ઈરાનના ઓઈલમાં બે મહિના દરમિયાન પ્રીમિયમો ચાલતા હતા તે હવે ડિસ્કાઉન્ટ બોલાતા થયાના વાવડ હતા. રશિયાના ઓઈલમમાં પણ ચીનની નવી માગ ધીમી પડી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤