લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો | Gold falls by Rs 1800 and silver by Rs 4000 as dollar weakens

by

Thenewsdk

Updated: 06-06-2026, 06.30 AM

Follow us:

ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો | Gold falls by Rs 1800 and silver by Rs 4000 as dollar weakens



photo 1780674378462

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ તૂટતાં તથા ઘરઆંગણે આજે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઝડપી વધી જતાં દેશમમાં આયાતી થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં ઝવેરી બજારોમાં આજે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૦૩થી ૪૫૦૪ વાળા તૂટી નીચામાં ભાવ ૪૪૨૮ થઈ ૪૪૬૫થી ૪૪૬૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના  રૂ.૧૫૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૯૦૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૫૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔ ંસના ૭૪.૪૨થી ઘટી નીચામાં ભાવ ૭૧.૨૭ થઈ ૭૨.૭૨થી ૭૨.૭૩ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૮૦૦ તૂટયા હતા. મુંબઈ સોનાના ભાવ ઘટી જીએસટી  વગર ૯૯૫ના રૂ.૧૫૩૬૨૦ તથા ૯૯૯ના રૂ.૧૫૪૨૩૮ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ આજે રૂ.૪૦૦૦ તૂટી રૂ.૨૫૬૯૦૮ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમા પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૮૦૦ ઘટી રૂ.૬૩૭૫૩ રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૮૯૪ ડોલર રહ્યાના સમાચાર હતા. પેલેડીયમના ભાવવ ઔ ંસના ૧૩૨૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૧ ટકા તૂટયા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૯૩.૬૪ તથા ઉંચામાં ૯૫.૯૦ થઈ ૯૫.૨૦ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૧.૫૦ તથા ઉંચામાં ભાવ ૯૩.૬૩ થઈ ૯૬.૩૦ ડોલર રહ્યા હતા.  ઈરાનથી ક્રૂડતેલની નિકાસ ઘટી ૬ વર્ષના તળિયે ઉતરી છે.

અમેરિકા દ્વારા ઈરાન ફરતે બ્લોકેડ રચાતાં ઈરાનથી દૈનિક નિકાસને માર્ચમાં ૧૯ લાખ બેરલ્સ તથા એપ્રિલમાં ૧૩થી ૧૪ લાખ બેરલ્સ થઈ હતી તે મે માં ઘટી દૈનિક માત્ર ૨ લાખ ૯ હજાર બેરલ્સ થયાના વાવડ હતા. ઓમાનથી જોકે નિકાસ વધવાની શક્યતા જાણકારો બતાવતા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤