લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | e85 fuel launch india hardeep puri e20 cars safe impact

by

Thenewsdk

Updated: 06-06-2026, 07.19 PM

Follow us:

આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | e85 fuel launch india hardeep puri e20 cars safe impact



Hardeep Singh Puri Clarifies Safety Impact on E20 Petrol Cars : ભારતના ઓટોમોબાઇલ સેક્ટરમાં અત્યારે એક મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અત્યારે એવા દાવાઓ અને અફવાઓનું તોફાન આવ્યું છે કે સરકાર દ્વારા E85 ઇંધણ લાવ્યા બાદ હવે સામાન્ય વાહનો મુશ્કેલીમાં મૂકાઈ જશે. ઘણા લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે સામાન્ય પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવશે અને વાહન માલિકોને તેમની ટાંકીમાં માત્ર E85 ઇંધણ જ ભરવા માટે મજબૂર કરવામાં આવશે. એવામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે કે E85 ઇંધણ માત્ર અમુક ચોક્કસ પ્રકારના વાહનો માટે જ છે. 

શું છે E85 ઇંધણ?

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે આ E85 ઇંધણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બંને ઇંધણ વચ્ચેનો મુખ્ય તફાવત તેના બંધારણ અને વાહનોની સુસંગતતામાં રહેલો છે. 

E20 ઇંધણ (વર્તમાન સ્ટાન્ડર્ડ): આ સ્ટાન્ડર્ડ પેટ્રોલમાં 20% સુધી ઇથેનોલ અને 80% સામાન્ય પેટ્રોલ મિશ્રિત હોય છે.

નવું E85 ઇંધણ: આમાં આખું સમીકરણ બદલાઈ જાય છે. આ નવા ઇંધણમાં 80%થી 85% સુધી ઇથેનોલ બ્લેન્ડ હોય છે અને માત્ર 14%થી 19% જેટલું જ પેટ્રોલ હોય છે.

સામાન્ય વાહનોમાં ભૂલથી પણ E85 ઇંધણ ન નંખાવતા! 

શું વર્તમાન વાહનોમાં E85 ઇંધણ ભરાવી શકો છો? આ સવાલનો ટૂંકો અને સીધો જવાબ છે – ના, બિલકુલ નહીં! સામાન્ય પેટ્રોલ અને E20 સુસંગત વાહનોમાં આ E85 ઇંધણનો ઉપયોગ થઈ શકતો નથી. આ ઇંધણ ખાસ કરીને માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. જો તમે સામાન્ય ગાડીમાં E85 ભરાવશો તો તમારી ગાડીનું એન્જિન બગડી શકે છે.

પેટ્રોલ કે E20 ફ્યુઅલના વાહનચાલકોએ ચિંતા કરવાની જરૂર નથી: કેન્દ્ર સરકાર

વાહન ચાલકોની મૂંઝવણ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ સિંહ પુરીએ કહ્યું કે,તમારું E20 વાહન લાંબા સમય સુધી ચાલશે. E20 અને E85 એ બે તદ્દન અલગ-અલગ કેટેગરીના ઇંધણ છે, જે અલગ-અલગ પ્રકારના વાહનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. E85ના આગમનનો અર્થ એ બિલકુલ નથી કે E20 અથવા પેટ્રોલ વાહનો બંધ થઈ જશે. 

પેટ્રોલ કરતાં 20 રૂપિયા સસ્તું

સરકાર આ નવા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો તરફ ગ્રાહકોને આકર્ષવા માટે આ ઇંધણ પર મોટો ડિસ્કાઉન્ટ આપી રહી છે. સામાન્ય પેટ્રોલ કરતાં આ નવું ઇંધણ અંદાજે 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું રાખવામાં આવ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં E85 ઇંધણની કિંમત ₹82.12 પ્રતિ લીટર નક્કી કરાઈ છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤