Vadodara Expressway Accident: વડોદરાના કરજણ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બન્યો રક્તરંજિત બન્યો છે. સતત બીજા દિવસે મોટો અકસ્માત થતાં એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. હાઈવે પર સાઈડમાં ઉભેલી કારને પાછળથી આવી રહેલા આઈસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી, જેમાં સેલવાસથી રાજસ્થાનના ખાટુ શ્યામ જઈ રહેલા એક જ પરિવાર ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. અકસ્માતમાં અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
ભયાનક માર્ગ અકસ્માત ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


Leave a Comment