લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ફિફા વર્લ્ડ કપ દરમિયાન શેરબજારમાં પોઝિટિવ રિટર્ન | Positive returns in stock market during FIFA World Cup

by

Thenewsdk

Updated: 12-06-2026, 07.30 AM

Follow us:

ફિફા વર્લ્ડ કપ દરમિયાન શેરબજારમાં પોઝિટિવ રિટર્ન | Positive returns in stock market during FIFA World Cup



photo 1781196325405

અમદાવાદ : ભારતીય શેરબજારે સામાન્ય રીતે ફિફા વર્લ્ડ કપના વર્ષો દરમિયાન મજબૂત પ્રદર્શન કર્યું છે. છેલ્લા ત્રણ દાયકાના ડેટા દર્શાવે છે કે વિશ્વ કપ યોજાયા હોય તેવા મોટાભાગના વર્ષોમાં બીએસઈ સેન્સેક્સે રોકાણકારોને સકારાત્મક વળતર આપ્યું છે. જે પૈકી ૨૦૦૬માં સૌથી વધુ વળતર આપ્યું હતું.

ફિફા વર્લ્ડ કપના વર્ષોમાં સેન્સેક્સનું વળતર ૩.૫% થી ૪૬.૭% સુધીનું રહ્યું છે. જાપાન અને દક્ષિણ કોરિયા દ્વારા સંયુક્ત રીતે આયોજિત ૨૦૦૨ની ટુર્નામેન્ટ દરમિયાન, સેન્સેક્સમાં આશરે ૩.૫% નો વધારો નોંધાયો હતો. જર્મનીમાં ૨૦૦૬ના ફિફા વર્લ્ડ કપ દરમિયાન, ભારતીય બજારે સૌથી મજબૂત પ્રદર્શન કર્યું હતું, જેમાં સેન્સેક્સમાં આશરે ૪૬.૭%નો વધારો થયો હતો.

જોકે, આ વલણનો મુખ્ય અપવાદ ૧૯૯૮ હતો, જ્યારે સેન્સેક્સમાં આશરે ૧૬.૫%નો ઘટાડો થયો હતો. તે સમયે ઘણી સ્થાનિક અને વૈશ્વિક ઘટનાઓથી બજાર પ્રભાવિત થયું હતું.

મે ૧૯૯૮માં ભારતના પોખરણ પરમાણુ પરીક્ષણો બાદ, યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન સહિત ઘણા દેશોએ આર્થિક અને વેપાર પ્રતિબંધો લાદ્યા હતા. આ ઘટનાઓએ રોકાણકારોના માનસને અસર કરી  હતી અને બજાર પર દબાણ આવ્યું હતું. આ પ્રતિબંધો પછીથી હટાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તે વર્ષ બજાર પર તેની અસર સ્પષ્ટપણે દેખાઈ હતી.

૧૯૯૮નું વર્ષ ભારતીય રાજકારણ માટે પણ મહત્વપૂર્ણ હતું. સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ગઠબંધન સરકાર રચાઈ હતી. રાજકીય અને આર્થિક વિકાસ વચ્ચે, તે વર્ષે શેરબજારનું પ્રદર્શન નબળું રહ્યું હતું.

૨૦૨૬માં અત્યાર સુધી ભારતીય શેરબજારનું પ્રદર્શન ૧૯૯૮ની યાદ અપાવે છે. વર્ષની શરૂઆતથી સેન્સેક્સ લગભગ ૧૩% ઘટીને ૭૩,૯૦૦ ની આસપાસ પહોંચી ગયો છે. આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓમાં વધારો કર્યો છે.

વિશ્લેષકોના મતે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવ પર પડી છે. તેલના ભાવમાં વધારાથી ભારતના આયાત બિલ પર દબાણ વધ્યું છે, જ્યારે રૂપિયો પણ નબળો પડયો છે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીથી બજારનો ઘટાડો વધુ તીવ્ર બન્યો છે. જે જોતા આ વર્ષે ફિફા વર્લ્ડ કપના વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં સકારાત્મક વળતર મળશે કે કેમ તે અંગે દ્વિધા પ્રવર્તી રહી છે.

ફિફા વર્લ્ડ કપના વર્ષ દરમિયાન વળતર

વર્ષ

દેશ

વળતર(ટકામાં)

૧૯૯૦

ઇટાલી

૩૪.૬

૧૯૯૪

અમેરિકા

૧૭.૪

૧૯૯૮

ફ્રાન્સ

-૧૬.૫

૨૦૦૨

જાપાન/કોરિયા

૩.૫

૨૦૦૬

જર્મની

૪૬.૭

૨૦૧૦

દ. આફ્રિકા

૧૭.૪

૨૦૧૪

બ્રાઝિલ           

  ૨૯.૯

૨૦૧૮

રશિયા                

 ૫.૯

૨૦૨૨

કતાર

૪.૪



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤