લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રૅકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wholesale Price Index india WPI jumps 9 68 percent may Fuel and Power Prices

by

Thenewsdk

Updated: 15-06-2026, 03.45 PM

Follow us:

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રૅકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wholesale Price Index india WPI jumps 9 68 percent may Fuel and Power Prices



WPI Inflation: અમેરિકા ઈરાન વચ્ચે ભલે શાંતિ કરારની ડીલ ફાઇનલ થઈ ગઈ હોય પરંતુ છેલ્લા સાડા ત્રણ મહિનાથી હોર્મુઝમાં ચાલતા ઘમસાણને કારણે ભારતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દેશમાં સામાન્ય જનતા અને ગ્રાહકો પર મોંઘવારીનો મોટો બોજ આવી પડ્યો છે. મે મહિનાના જથ્થાબંધ મોંઘવારી દર (WPI) ના આંકડા જાહેર થઈ ગયા છે અને આ આંકડા અત્યંત ચિંતાજનક છે. મે મહિનામાં થોક મોંઘવારી (WPI) વધીને 9.68 ટકા પર પહોંચી ગઈ છે. આ પહેલા એપ્રિલમાં આ 8.26 ટકા પર હતી. મે મહિનામાં મોંઘવારી 43 મહિનામાં સૌથી વધુ છે. સપ્ટેમ્બર 2022માં આ 10.70 ટકા પર પહોંચી ગઈ હતી. 

હજુ પણ મોંઘવારી વધી શકે!

કોમર્સ મિનિસ્ટ્રીએ આજે એટલે કે 15 જૂને થોક મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે. મોંઘવારી વધવાનું કારણ રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ અને ફ્યુઅલના ભાવ વધવા છે. આ સિવાય અનાજ અને તેલ પણ મોંઘા થયા છે. વાસ્તવમાં, અમેરિકા અને ઈરાન વચ્ચે સાડા ત્રણ મહિનાથી તણાવ છે. જો પરિસ્થિતિ સામાન્ય નહીં થાય તો મોંઘવારી હજુ વધી શકે છે.

રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધ્યા

રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ(પ્રાઇમરી આર્ટિકલ્સ)ની મોંઘવારી 3.78 ટકાથી વધીને 4.99 ટકા થઈ ગઈ.

ખાવા-પીવાની વસ્તુઓ(ફૂડ ઇન્ડેક્સ)ની મોંઘવારી 3.11 ટકાથી વધીને 4.49 ટકા પર પહોંચી ગઈ છે.

ફ્યુઅલ અને પાવરનો થોક મોંઘવારી દર 24.89 ટકાથી વધીને 30.33 ટકા થઈ ગયો છે.

મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો થોક મોંઘવારી દર 6.68 ટકાથી વધીને 7.48 ટકા રહ્યો.

હોલસેલ મોંઘવારીના 4 ભાગ

પ્રાઇમરી આર્ટિકલ, જેનું વેટેજ 22.62 ટકા છે. ફ્યુઅલ ઍન્ડ પાવરનું વેટેજ 13.15 ટકા અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનું વેટેજ સૌથી વધુ 64.23 ટકા છે. પ્રાઇમરી આર્ટિકલના પણ ચાર ભાગ છે.

-ફૂડ આર્ટિકલ્સ જેવા કે અનાજ, ઘઉં, શાકભાજી

-નોન ફૂડ આર્ટિકલમાં ઓઇલ સીડ્સ (તેલીબિયાં) આવે છે

-મિનરલ્સ (ખનિજો)

-ક્રૂડ પેટ્રોલિયમ

મે મહિનામાં રિટેલ મોંઘવારી 3.93 ટકા રહી

મે મહિનામાં રિટેલ મોંઘવારી વધીને 3.93 ટકા પર પહોંચી ગઈ, જે એપ્રિલમાં 3.48 ટકા હતી. છેલ્લા 5 મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે છૂટક મોંઘવારી રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના ટાર્ગેટ 4 ટકાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ(WPI)ની સામાન્ય માણસ પર અસર

થોક મોંઘવારી લાંબા સમય સુધી વધેલી રહેવાથી મોટાભાગના પ્રોડક્ટિવ સેક્ટર પર તેની ખરાબ અસર પડે છે. જો થોક મૂલ્ય ખૂબ લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહે છે, તો પ્રોડ્યુસર્સ (ઉત્પાદકો) તેનો બોજ કન્ઝ્યુમર્સ (ગ્રાહકો) પર નાખી દે છે. સરકાર માત્ર ટેક્સ દ્વારા જ WPIને કંટ્રોલ કરી શકે છે. જેમ કે ક્રૂડમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જો કે, સરકાર ટેક્સમાં ઘટાડો એક મર્યાદામાં જ ઓછો કરી શકે છે. WPIમાં વધુ વેટેજ મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવી ફેક્ટરી સાથે જોડાયેલી વસ્તુઓનું હોય છે.

મોંઘવારી કેવી રીતે માપવામાં આવે છે?

ભારતમાં બે પ્રકારની મોંઘવારી હોય છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજી થોક મોંઘવારી હોય છે. રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો તરફથી ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(CPI) પણ કહે છે. જ્યારે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ(WPI)નો અર્થ એ કિંમતોથી થાય છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે. મોંઘવારી માપવા માટે અલગ-અલગ વસ્તુઓને સામેલ કરવામાં આવે છે. જેમ કે થોક મોંઘવારીમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75 ટકા, પ્રાઇમરી આર્ટિકલ જેવા કે ફૂડ 22.62 ટકા અને ફ્યુઅલ ઍન્ડ પાવર 13.15 ટકા હોય છે. જ્યારે, રિટેલ મોંઘવારીમાં ફૂડ અને પ્રોડક્ટની ભાગીદારી 45.86 ટકા, હાઉસિંગની 10.07 ટકા અને ફ્યુઅલ સહિત અન્ય વસ્તુઓની પણ ભાગીદારી હોય છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤