લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

by

Thenewsdk

Updated: 17-06-2026, 03.35 PM

Follow us:

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks



photo 1781690718034


How to use Watermelon Seeds: તરબૂચ એક એવું સિઝનલ ફળ છે જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં આપણે બધા ખૂબ જ હોંશે-હોંશે તેનો લાલ અને મીઠો ભાગ ખાઈ લઈએ છીએ, પરંતુ તેના કાળા અને કથ્થઈ રંગના બીજને નકામા સમજીને ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો, તરબૂચના આ બીજ વાસ્તવમાં એક ‘સુપરફૂડ’ છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને હેલ્ધી ફેટ્સ જોવા મળે છે, જે આપણા હૃદયના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

ત્વચામાં લાવશે કુદરતી ચમક અને રોકશે વધતી ઉંમરની અસર

આ બીજ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ વરદાન સમાન છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ ત્વચાને કુદરતી ચમક અને પોષણ પૂરું પાડે છે, તેમજ એજિંગ એટલે કે વધતી ઉંમરની પ્રક્રિયાને ઝડપથી વધતી અટકાવે છે. બજારમાં આ જ બીજ ‘વોટરમેલન સીડ્સ’ના નામે ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે, તો પછી ઘરના મફત બીજને શા માટે બગાડવા? ચાલો જાણીએ કે તમે કેવી રીતે તરબૂચના બીજને સાફ કરીને, સૂકવીને તમારી રોજિંદી ડાયટ અને કુકિંગનો હિસ્સો બનાવી શકો છો.

સ્વાદિષ્ટ અને હેલ્ધી નમકીન તૈયાર કરો

તરબૂચના બીજનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા બીજને અલગ કરી લો અને પાણીથી સારી રીતે ધોઈને તડકામાં સૂકવી દો. ત્યારબાદ એક પેનમાં સહેજ ઘી અથવા તેલ નાખીને આ બીજને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી સંચળ (કાળું મીઠું), ચાટ મસાલા અને મરી પાવડર ભભરાવો. બસ, તમારી ચા સાથે ખાવા માટેની હેલ્ધી અને ટેસ્ટી નમકીન તૈયાર થઈ જશે.

શાહી શાકની ગ્રેવી બનાવવામાં થશે ઉપયોગી

કાજુ અને ખસખસની જેમ જ તરબૂચના મગજતરીના બીજ(બીજની અંદરનો સફેદ ભાગ)નો ઉપયોગ શાહી શાકની ગ્રેવીને ઘટ્ટ કરવા માટે કરવામાં આવે છે. આ માટે બીજને છોલીને તેની અંદરના સફેદ ભાગને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો ઉપયોગ તમે પનીર અથવા મલાઈ કોફ્તા જેવા શાકની ગ્રેવીને રિચ અને ટેસ્ટી બનાવવા માટે કરી શકો છો.

આ પણ વાંચો: તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન

પ્રોટીન પાવડર, સ્મૂધી અને એનર્જી બારમાં કરો સામેલ

શેકેલા તરબૂચના બીજને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. આ પ્રોટીન રિચ પાવડરને તમે સવારના દૂધમાં, પ્રોટીન શેકમાં કે ફ્રુટ સ્મૂધીમાં એક ચમચી ઉમેરીને પી શકો છો. આ સિવાય જો તમે સૂપ કે સલાડ ખાતા હોવ, તો રોસ્ટેડ બીજને ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો, જે ખાવાનો ક્રંચ અને ન્યુટ્રિશન બંને વધારશે. એટલું જ નહીં, ઘરે ડ્રાયફ્રૂટ્સના લાડુ કે એનર્જી બાર બનાવતી વખતે પણ આ બીજ ઉમેરી શકાય છે. તે કોળું અને સૂર્યમુખીના બીજની જેમ જ હેલ્થને બૂસ્ટ કરવાનું કામ કરે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤