લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

જુલાઇમાં ધ ઓડિસ્સીના પ્રિમિયર માટે ક્રિસ્ટોફર નોલાન મુંબઇ આવશે | Christopher Nolan come to Mumbai for The Odyssey premiere in July

by

Thenewsdk

Updated: 18-06-2026, 06.35 AM

Follow us:

જુલાઇમાં ધ ઓડિસ્સીના પ્રિમિયર માટે ક્રિસ્ટોફર નોલાન મુંબઇ આવશે | Christopher Nolan come to Mumbai for The Odyssey premiere in July



photo 1781711187093

– ધ ઓડિસ્સી 17 જુલાઇએ દુનિયાભરમાં રજૂ થશે   

– લંડન, પારિસ અને ન્યુ યોર્કની સાથે મુંબઇમાં પણ પ્રિમિયરઃ આઈમેક્સ કેમેરા વડે શૂટ થયેલી પહેલી ફિલ્મ  

મુંબઈ : જગતભરમાં જેની ઉત્સુકતાથી રાહ જોવાઇ રહી છે તે ક્રિસ્ટોફન નોલાનની નવી ફિલ્મ ‘ધ ઓડિસ્સી’ ૧૭ જુલાઇએ દુનિયાભરમાં રજૂ થવાની છે. ફિલ્મની ગ્લોબલ પ્રિમિયર ટૂરમાં લંડન, પારિસ, ન્યુ યોર્કની સાથે મુંબઇનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ફિલ્મના મુંબઇમાં યોજાનારા પ્રિમિયરમાં દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન પોતે હાજર રહેશે.ભારતમાં પ્રિમિયર થનારી  ક્રિસ્ટોફર નોલાનની આ પહેલી ફ્લ્મિ બની રહેશે. 

આ ફિલ્મમાં મેટ્ટ ડેંમોન, ટોમ હોલાન્ડ, એન હાથવે, રોબર્ટ પેટિસન, લુપિતા ન્યોંગ, સામન્થા મોર્ટન અને ચાર્લીઝ થેરોન મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મના મુંબઇમાં યોજાનારા પ્રિમિયરમાં ફિલ્મ સ્ટાર મેટ્ટ ડેમોન અને ટોમ હોલાન્ડ પણ હાજર રહેવાના છે. હોમરની જગવિખ્યાત કૃતિમાં ટ્રોયના પતન બાદ ઓડિસિયસના વતન પાછાં ફરવાની દસ વર્ષની ગાથા રજૂ કરવામાં આવી છે. ફિલ્મની પટકથાનું લેખન તથા નિર્દેશન ક્રિસ્ટોફર નોલાનના છે. ઓડિસ્સી એ એવી પહેલી ફિલ્મ છે જેનુ સમગ્ર શૂટિંગ આઇમેક્સ કેમેરાઓ વડે કરવામાં આવેલું છે. આઇમેક્સ કેમેરા વડે શૂટ કરાયેલી આ ફિલ્મ દુનિયાભરમાં આઇમેક્સ સ્ક્રિન પર રજૂ કરવામાં આવશે. 

વિવિધ પ્રકારની યુદ્ધ ફિલ્મોથી માંડી સાયફાય અને બોન્ડ ફિલ્મો પણ એકસમાન કાબેલિયતથી બનાવી શકતાં ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મો રજૂ  થવાની દુનિયાભરમાં ઉત્સુકતાથી રાહ જોવાય છે. આ ફિલ્મનું નિર્માણ એમ્મા થોમસે કર્યું છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤