લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold and Silver Prices Crash Gold Drops by 1829 Silver Plummets by 6307

by

Thenewsdk

Updated: 18-06-2026, 11.39 AM

Follow us:

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold and Silver Prices Crash Gold Drops by 1829 Silver Plummets by 6307



photo 1781762999257

Silver and Gold Price : આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંનેમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેને કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર સત્તાવાર રીતે હસ્તાક્ષર પણ થઈ ગયા છે તેમ છતાં આજે સોના-ચાંદીની કિંમતો ઘટી છે. ગઇકાલે અમેરિકન શેરમાર્કેટમાં મોટો કડાકો નોંધાયો હતો અને આવનારી ફેડ રેટની માહિતીને કારણે પણ રોકાણકારો સાવચેત થઈ ગયા છે. 

સોનાના ભાવમાં મોટો ઘટાડો

સોનાના ભાવમાં આજે 1829 રૂપિયાનો મોટો કડાકો બોલાયો છે. સોનાનો ગત દિવસનો બંધ ભાવ (Prev. Close) 1,53,879 રૂપિયા હતો, જેની સામે આજે બજાર 1,52,306 રૂપિયાના ઓપન ભાવે ખુલ્યું હતું.

આ પણ વાંચો: શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર 

ચાંદીમાં કડાકો

ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં કુલ 6307 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ગત દિવસનો બંધ ભાવ 2,51,807 રૂપિયા હતો, જેની સામે આજે બજાર 2,48,000 રૂપિયાના ઓપન ભાવે ખુલ્યું હતું.

આ અચાનક આવેલા ઘટાડાને કારણે બજારમાં રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતોના મતે માર્કેટમાં હાલના વોલેટિલિટીના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. હવે આગામી દિવસોમાં ભાવ સ્થિર થશે કે વધુ ઘટશે તે જોવું રહ્યું.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤