લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49% to 2 05 billion in May

by

Thenewsdk

Updated: 18-06-2026, 07.15 AM

Follow us:

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49% to 2 05 billion in May



photo 1781713557282

મુંબઈ : ભારતની જેમ્સ એન્ડ જવેલરીની નિકાસો મ મહિનામાં ૨.૪૯ ટકા ઘટીને ૨૦૪.૭૮ કરોડ ડોલર (૧૯,૫૭૩.૯૬ કરોડ)ની થઈ હોવાનું જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા રજૂ કરાયેલા આંકડામાં જણાવાયું છે.

જીજેઈપીસીના ડેટા અનુસાર, ગત વર્ષે આ જ સમયગાળામાં નિકાસ ૨૧૦ કરોડ ડોલરની (રૂ.૧૭,૮૯૬.૧૬ કરોડ)ની થઈ હતી. મે મહિનામાં સોનાની કુલ નિકાસ ૧૪.૭૫ ટકા ઘટીને ૭૫.૮૪ કરોડ ડોલર (રૂ.૭૨૪૭.૭૬ કરોડ) થઈ છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૮૮.૯૬ કરોડ ડોલર (રૂ.૭૫૮૨.૦૭ કરોડ) થઈ હતી.

આ ઘટાડો મુખ્યત્વે પ્લેન ગોલ્ડ જવેલરની નિકાસમાં તીવ્ર ઘટાડાને કારણે થયો હતો. જે મે મહિનામાં ૧૪.૭૫ ટકા ઘટીને ૭૫.૮૪ કરોડ ડોલરની થઈ હતી, એમ જીજેઈપીસીના એક નિવેદનમાં જણાવાયું હતું. જીજીઈપીસીના ચેરમેન કિરીટ ભણશાલીએ જણાવ્યું હતું કે, જો કે સ્ટડેડ ગોલ્ડ જવેલરીની નિકાસો ૧.૭૯ ટકા વધીને ૪૬.૩૫ કરોડ ડોલર (રૂ.૪૪૨૯.૫૬ કરોડ) થઈ છે. જે પાછલા વર્ષના સમયગાળાના ૪૭.૨૦ કરોડ ડોલર (રૂ.૪૦૨૪.૨૩ કરોડ) થઈ હતી. આ વૃદ્વિ ભારતના મુક્ત વેપાર કરારો (એફટીએ)ની સકારાત્મક અસરને પ્રતિબિંબિત કરે છે. જે બજારની પહોંચમાં વધારો કરી રહ્યા ચે અને મુખ્ય બજારોમાં ભારતીય જવેલરી નિકાસની સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવી રહ્યા છે. જીજેઈપીસીએ આ મુદ્દો સરકાર સમક્ષ ઉઠાવ્યો છે અને સકારાત્મક ઉકેલની આશા છે.

નિકાસ ઉત્પાદન માટે સોનાના વપરાશમાં આ અસર સ્પષ્ટ છે, જે એપ્રિલ-મે ૨૦૨૬ દરમિયાન ઘટીને અંદાજીત ૧૧ ટન થઈ ગયો હતો, જે ગત વર્ષના સમાનગાળામાં અંદજીત ૧૪ ટન હતો, જે લગભગ ૨૧.૪ ટકાનો ઘટાડો દર્શાવે છે. કેટલાક નિયમનકારી અવરોધોને કારણે બેંકોમાંતી સોનાની ઉપલબ્ધતા પર અસર પડી છે, જેના કારણે નિકાસકારો માટે વધારાના પડકારો ઊભા થયા છે. સોનાના ભાવમાં તીવ્ર વધારાને કારણે આ મુદ્દાઓ  વધુ જટિલ બન્યા છે. એપ્રિલ-મે ૨૦૨૬ દરમિયાન સોનાનો સરેરાશ ભાવ એપ્રિલ-મે ૨૦૨૫ના ૩૨૪૨.૪૮ પ્રતિ ટ્રોય ઔંસથી વધીને ૪૭૨૩.૮૮ પ્રતિ ટ્રોય ઔંસ થયો, જે વાર્ષિક ધોરણે ૪૫.૬૯ ટકાનો વધારો દર્શાવે છે, એમ તેમણે કહ્યું હતું.

દરમિયાન મે મહિનામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ૩.૩૧ ટકા વધીને ૯૮.૦૭ કરોડ ડોલર (રૂ.૯૩૭૮.૫૩ કરોડ) થઈ છે, જે ગયા વર્ષના સમાનગાળામાં ૯૪.૯૩ કરોડ ડોલર (રૂ.૮૦૮૬.૪૮ કરોડ) થઈ હતી. મે મહિનામાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ ૨૫.૯૯ ટકા વધીને ૧૦.૧૫ કરોડ ડોલર (રૂ.૯૭૦.૨૭ કરોડ) થઈ, જે ૨૦૨૫ના સમાન મહિનામાં ૮.૦૫ કરોડ ડોલર (રૂ.૬૮૬.૮૪ કરોડ) થઈ હતી. મે મહિનામાં ચાંદીના ઝવેરાતની નિકાસ ૧૪.૭૩ ટકા વધીને ૯.૭૩ કરોડ ડોલર (રૂ.૯૨૮.૦૨ કરોડ) થઈ હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤