લૂંટ
ચલાવનાર શખ્સ બગીચામાંથી પકડાયો
મહિલા
ગામમાં દૂધની ડેરીએ દુધ ભરીને પરત ઘરે આવતા હતા ત્યારે બનાવ બન્યો, મહિલાને કાનમાં ઇજા
પહોંચી
ભાવનગર
– રાણપુર ગામની મહિલા ગામમાં આવેલ દૂધની
ડેરીએ દુધ ભરીને પરત ઘરે આવતા હતા તે દરમિયાન રાણપુર-રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ
દાવલશાહ દરગાહ પાસે શખ્સે મહિલાને ધક્કો મારી કાનમાં પહેરેલ સોનાના વેઢલાની લૂટ
ચલાવી હતી.
રાણપુરના
આંબાવાડી પાર્ક મામલતદાર કચેરી પાસે રહેતા જેસંગભાઈ હીરાભાઈ પરમારની માતા જડીબેન
હીરાભાઈ પરમાર ગામમાં આવેલ દેવાભાઈ કરશનભાઇ પરમારની દુધની ડેરીએ દુધ ભરીને પરત ઘરે
આવતા હતા તે દરમિયાન રાણપુર-રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ દાવલશાહ દરગાહ પાસે
પહોંચતા પ્રવીણ સવજીભાઈ ભોજવીયા (રહે.ચોકડી ગામ તા.ચુડા જી.સુરેન્દ્રનગર હાલ
રાણપુર અણીયાળી રોડ)એ મારી જડીબેનના ડાબા કાનમાં પહેરેલ સોનાની પોખવાની (વેડલા)
આશરે સાત ગ્રામની રૃ.૫૫,૦૦૦ની ખેંચી જડીબેનને ધકો મારી પાડી દઈ નાસી છૂટયો હતો ત્યાર બાદ જડીબેનને
સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને થોડીવાર બાદ જેસંગભાઈ અને તેના કાકાનો દીકરો
હિતેશભાઈ વાલાભાઈ પરમાર તથા મારા કુટુંબી કાકાનો દીકરો ભાઇ વનાભાઈ રત્નાભાઈ પરમાર
તથા હરીભાઈ મેપાભાઈ પરમારે જડીબેનની સોનાની પોખવાની (વેડલા) તોડના૨ પ્રવીણ સવજીભાઈ
ભોજવીયા ટેક્ષસ્પીન કંપનીના બંગલામા આવેલ બગીચામાંથી પકડી પાડી રાણપુર પોલીસ
સ્ટેશન સોંપ્યો હતો. આ બનાવ સંદર્ભે પુત્રએ શખ્સ વિરૃધ્ધ રાણપુર પોલીસ મથકમાં
ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Leave a Comment