લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with foreign liquor near Panvi village

by

Thenewsdk

Updated: 23-06-2026, 05.30 AM

Follow us:

પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with foreign liquor near Panvi village



દારૃ ચોર ખાનામાં છુપાવી હેરાફેરી કરતા હતા

લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૃ કાર મોબાઈલ મળી રૃ.૪.૨૫ લાખનો મુદામાલ
કબજે લીધો

ભાવનગર –  બરવાળા વલભીપુર
રોડ પર આવેલા પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ
ત્રણ શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો
હતો તે દરમિયાન બાતમી મળી હતી કે
, કાર નં. જીજે-૧૮-બીજે-૩૫૩૨ માં
ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૃનો જથ્થો લઇ બરવાળા તરફથી વલ્લભીપુર તરફ
આવે છે. જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કારની અંદર બનાવેલ ચોર
ખાનાની તલાશી લેતા વિદેશી દારૃની બોટલો ૫૨૮ રૃ ૯૦
,૨૮૮ ની મળી
આવતા પોલીસે મોસીન મહમદભાઈ લાખાણી
, તોસીફ ઈકબાલભાઈ લાખાણી,શબ્બીર ભીખુભાઈ શેખને વિદેશી દારૃ, કાર ,મોબાઈલ મળી રૃ.૪,૨૫,૨૮૮ સાથે
ઝડપી લઇ ત્રણેય વિરૃધ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤