
થોડા સમય પહેલા જ આઈપીએલ ટુર્નામેન્ટ પૂરી થઈ અને ગજબનો રોમાંચ જોવા મળ્યો હતો. પરંતુ હવે એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે જેને જાણીને ક્રિકેટ પ્રેમીઓ ચોંકી ગયા છે. કારણ કે દિલ્હી કેપિટલનો એક ખેલાડી વિવાદમાં આવ્યો છે. એક છોકરી અને તેની માતાએ ૨૩ વર્ષના આ ખેલાડી સામે પોલીસ ફરિયાદ કરી છે અને તેના પર લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા આરસીબીના ખેલાડી યશ દયાલ પણ રેપ કેસમાં ફસાયો હતો જેની તેની કરિયર પર અસર પડી હતી.
બંગાળ અને દિલ્હી કેપિટલના વિકેટકિપર બેટર અભિષેક પોરેલ પર એક યુવતીએ શારીરિક સંબંધ ઉપરાંત મારપીટ અને અપરાધિક ધમકીનો આરોપ લગાવ્યો છે. પોલીસે પોતે આ અંગે પુષ્ટિ કરી છે. ફરિયાદ નોંધાયા બાદ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અત્રે જણાવવાનું કે પોરેલ ઇન્ડિયા એ માટે રમી ચૂકયો છે. ફરિયાદ નોંધાયા બાદ પોરેલનું પણ રિએક્શન આવ્યું છે અને તેણે આ આરોપો ફગાવ્યા છે.
મંગળવારે યુવતી અને તેની માતાએ હુગલી જિલ્લાના મોગરા પોલીસ મથકમાં પોરેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. એવો આરોપ છે કે પોરેલ આ યુવતી સાથે ત્રણ વર્ષ રિલેશનશીપમાં હતો પરંતુ ગત વર્ષે બંને વચ્ચે મતભેદ થયા અને ત્યારબાદ પોરેલે અંતર જાળવવાનું શરૂ કરી દીધુ. ફરિયાદ મુજબ તેણે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ હવે ફરી ગયો.
પોલીસના એક અધિકારીએ કહ્યું કે અમને ફરિયાદ મળી છે અને તપાસ શરૂ થઈ ગઈ છે. પોરેલનો હજુ પોલીસ દ્વારા સંપર્ક થયો નથી. તેણે આરોપો ફેક ગણાવ્યા. તેણે કહ્યું કે તે શરૂઆતી તપાસ થયા બાદ આ મામલાની વિસ્તૃત જાણકારી આપશે. આ આરોપોની અસર યશ દયાલની જેમ પોરેલની કરિયર ઉપર પણ જોવા મળી શકે છે. પોરેલનું હજુ ટીમ ઇન્ડિયામાં ડેબ્યુ થયું નથી. પરંતુ આઈપીએલમાં તેણે પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. પોરેલ અત્યાર સુધી પોરેલ ૩૫ આઈપીએલ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે ૪ અડધી સદીની મદદથી ૭૬૯ રન કર્યા છે.



Leave a Comment