લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

મહીસાગરનું રૂ. 123 કરોડનું 'નલ સે જલ' કૌભાંડ: વધુ બે કૌભાંડી કોન્ટ્રાક્ટરોની કરાઇ ધરપકડ

by

Thenewsdk

Updated: 30-06-2026, 10.40 AM

Follow us:

મહીસાગરનું રૂ. 123 કરોડનું 'નલ સે જલ' કૌભાંડ: વધુ બે કૌભાંડી કોન્ટ્રાક્ટરોની કરાઇ ધરપકડ



તેજવંત સેવક, મહીસાગરમહીસાગર જિલ્લામાં ભારે ચર્ચા જગાવનાર રૂા. 123 કરોડના ‘નલ સે જલ’ યોજના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ (CID Crime) બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. લુણાવાડા ખાતેથી વધુ બે રીઢા કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસના સકંજામાં આવેલા આ બંને કોન્ટ્રાક્ટરોએ સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હિતેશ પટેલે કોઈ પણ કામ કર્યા વિના જ રૂા. 74,18,818 ની રકમ સરકાવી લીધી. જ્યારે કિશન ગોહિલે યોજના અંતર્ગત કામ બતાવ્યા વગર જ રૂા. 97,78,866 સેરવી લીધા. 
620 ગામોમાં પીવાના પાણીના નામે મોટો ખેલઆ મહાકૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે મહીસાગર જિલ્લાના કુલ 740 ગામોમાંથી 620 ગામોમાં કોન્ટ્રાક્ટરોએ ધારાધોરણ મુજબ કામ જ કર્યું ન હતું. પાણી પહોંચાડવાના નામે અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાના બિલો પાસ કરાવી લેવાયા હતા.
કુલ 167 સામે ફરિયાદ, ધરપકડનો આંકડો 42 પર પહોંચ્યોઆ ચકચારી કૌભાંડમાં સરકારી કર્મચારીઓ, પાણી સમિતિના સભ્યો અને 111 જેટલા કોન્ટ્રાક્ટરો મળીને કુલ 167 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 42 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, અને હજુ પણ અન્ય મોટા માથાઓ સામે તપાસનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel :  https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group :  https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.