ગુજરાતમાં ચોમાસું આક્રમક બન્યું છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે વધુ એક વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આજે બપોરે 1 વાગ્યા સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન આકાશમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી સાથે મુશળધારથી અતિભારે વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ સાથે જ દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની પણ કડક ચેતવણી આપવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ, મહિસાગર અને ખેડા જિલ્લાને પણ આ ઓરેન્જ એલર્ટમાં આવરી લેવામાં આવ્યા છે.




Leave a Comment