લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

શતક ફટકારતાં જ શ્રેયસ અય્યરની ચમકી કિસ્મત! ICC T20 રેન્કિંગમાં હાંસલ કર્યું ચોથું સ્થાન

by

Thenewsdk

Updated: 14-10-2026, 04.49 PM

Follow us:

નવી દિલ્હી: આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ટી-20 બેટિંગ રેન્કિંગમાં યુવા અને વિસ્ફોટક ઓપનર ઇશાન કિશન પ્રથમ નંબર પર અકબંધ છે, જ્યારે અભિષેક શર્મા બીજા સ્થાન પર છે. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન ત્રીજા સ્થાન પર છે અને ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ચોથા સ્થાને પહોંચી ગયા છે. આમ, ટોપ-4 બેટિંગ રેન્કિંગમાં ભારતના ત્રણ ખેલાડીઓ સામેલ છે.

​બોલિંગ અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં ભારતનો દબદબો

ટી-20 બોલિંગ રેન્કિંગમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ 649 રેટિંગ પોઈન્ટ્સ સાથે નવમા સ્થાન પર બિરાજમાન છે અને તે ટોપ-10માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બોલર છે. અફઘાનિસ્તાનના રશીદ ખાન પ્રથમ સ્થાને છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે અને ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઠમા ક્રમે છે.

​ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા અને જાડેજાનું શાનદાર પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાએ ડરબન ખાતે રમાયેલા ટેસ્ટ મુકાબલામાં સાઉથ આફ્રિકાને હરાવ્યું છે, જેના કારણે મેથ્યુ રેનશો (૧૯૦ અને ૮૨ રન) ‘પ્લેયર ઓફ the મેચ’ બનીને સીધા ૪૯મા સ્થાને પહોંચી ગયા છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ સાતમા નંબરે પહોંચ્યા છે. બીજી તરફ, ટેસ્ટ ઓલરાઉન્ડર્સની વૈશ્વિક રેન્કિંગમાં ભારતના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પોતાનું પ્રથમ સ્થાન અકબંધ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤