NATIONAL

હૈદરાબાદમાં કેમિકલ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 10 લોકોના મોત

હૈદરાબાદમાં પાટણચેરુવુ વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રારંભિક માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ધડાકોની ઘટના સિગાચી કેમિકલ ફેક્ટરીમાં બની હતી, જ્યાં રિએક્ટર વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટમાં 20 થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે.

ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળે પહોંચી

અહેવાલો અનુસાર, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘણા કામદારો હવામાં 100 મીટર સુધી ઉછળીને દૂર પડી ગયા. કેમિકલ ફેક્ટરીની ઇમારતનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. ઘટના બાદ, આગે આખી ફેક્ટરીને પોતાની ચપેટમાં લઈ લીધી હતી,

જેને કાબુમાં લેવા માટે ઘણી ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વરિષ્ઠ વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.

બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલું

વિસ્ફોટ પછી, ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ છે, જ્યારે સાવચેતી રૂપે આસપાસના પ્લાન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. હાલમાં, રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને વહીવટીતંત્રનું સંપૂર્ણ ધ્યાન ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ઘાયલોને સારવાર આપવા પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button