
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 297 થયો છે. પીએમ મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા. પીએમ મોદી AI-171 વિમાન દુર્ઘટનામાં ઘાયલોને મળવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, કેન્દ્રીય રાજ્યમંત્રી મુરલીધર મોહોલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
અકસ્માત સ્થળની મુલાકાત લીધા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જેમાં 297 લોકો મૃત્યુ પામ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 297 થયો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 297 થયો છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે જ્યારે ફક્ત એક મુસાફર આ દુર્ઘટનામાં બચી ગયો હતો. મૃતકોમાં 229 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. વધુમાં, વિમાન એક મેડિકલ કોલેજના હોસ્ટેલમાં ક્રેશ થયું હતું, જેમાં તે સમયે ત્યાં હાજર 56 લોકોના મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયા છે અને અકસ્માત સ્થળની મુલાકાત લઈ રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: ૧૮ સેકન્ડમાં વિમાન કેવી રીતે ટુકડા થઈ ગયું… ચોંકાવનારો વીડિયો સામે આવ્યો
ગુરુવારે બપોરે ૧.૩૮ વાગ્યે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ. વિમાનમાં સવાર તમામ ૨૪૧ લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.
ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, અકસ્માતની તપાસમાં વેગ મળ્યો છે. સરકારે ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.