લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠામારું ગુજરાત

S.O.G. અમદાવાદ ગ્રામ્ય દ્વારા મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ

by

Thenewsdk

Updated: 07-04-2026, 06.21 PM

Follow us:

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના વધતા વ્યાપને રોકવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના પ્રસારને અટકાવવા હેતુસર શ્રી રાધવેન્દ્ર વત્સ, પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ રેન્જ તથા શ્રી ઓમ પ્રકાશ જાટ, પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

આ અનુસંધાને એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એસ.એન. રામાણીના માર્ગદર્શન હેઠળ ટીમ કામગીરી દરમ્યાન એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ જનકસિંહ તથા સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમ્યાન નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલ (રહે. ડેલાવાસ, લોદરીયાળ ગામ, તા. સાનંદ, જી. અમદાવાદ) ના ખેતરની ઓરડીમાંથી પ્રતિબંધિત નશીલો પદાર્થ મેફેડ્રોન (MD) મળી આવેલ હતો.

F.S.L. અધિકારીશ્રીની હાજરીમાં ચકાસણી કરતાં કુલ ૬૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત રૂ. ૧,૯૨,૦૦૦/-) મળી આવેલ, જે કાયદેસર કબજે કરવામાં આવેલ છે.

આ અંગે આરોપી વિરુદ્ધ N.D.P.S. એક્ટ હેઠળ કલમ ૮(સી), ૨૧(સી) તથા ૨૯ મુજબ ચાંગોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુનાની પદ્ધતિ (M.O.)

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોતાના અંગત આર્થિક લાભ માટે પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતો હતો.

કબજે કરાયેલ મુદ્દામાલ:

(૧) મેફેડ્રોન (MD) ડ્રગ્સ – ૬૪ ગ્રામ (રૂ. ૧,૯૨,૦૦૦/-)

(૨) મોબાઈલ ફોન – રૂ. ૫,૦૦૦/-

(૩) ઇલેક્ટ્રોનિક વજન કાંટો – રૂ. ૧૦૦/-

(૪) ઝીપર બેગ પેકેટ – ૨ નંગ

કુલ કિંમત: રૂ. ૧,૯૭,૧૦૦/-

પકડાયેલ આરોપી:

નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલ

રહે. ડેલાવાસ, લોદરીયાળ ગામ, તા. સાનંદ, જી. અમદાવાદ

કાર્યવાહીમાં જોડાયેલ ટીમ:

એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એસ.એન. રામાણીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤