ફેકટરીનું બિલ આપવા જઇ રહેલા મેનેજરના ઇલેક્ટ્રિક મોપેડ ને ગાડીએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો
અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા ફરિયાદ દાખલ કરવામાં આવી
Banaskantha : પાલનપુર પંથકમા વાહનોની તેજ રફતારને લઇ રોજ બરોજ નાના મોટા અકસ્માત સર્જાય રહ્યા છે જે વચ્ચે પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલ હેબતપુર ગામના પાટિયા પાસે પસાર થઇ રહેલા એક ઇલેક્ટ્રિક મોપેડને ગાડીએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ પર સવાર એક ખાનગી ફેકટરીમાં મેનેજરનું મોત નિપજ્યું હતું અને ચાલક ઘાયલ થયો હતો
પાલનપુર તાલુકાના માધુપુરા ગામના વતની અને પાવર કેમ્પ ઇન્ડિયા નામની ફેકટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધીરજકુમાર ભગવાનભાઇ થુંબડીયા (પટેલ) અને જીગરકુમાર ભીખાભાઈ પટેલ આ બન્ને જણ ઇલેક્ટ્રિક મોપેડ પર ફેકટરી નું પેમેન્ટ આપવા ખેમાણા ટોલ પ્લાઝા પાસે જઈ રહ્યા હતા દરમ્યાન હેબતપુર ગામના પાટિયા પાસે પાછળ થી પૂરઝડપે આવેલી એક ગાડીએ આગળ જતાં મોપેડને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં મોપેડ સવાર બન્ને જણ નીચે પટકાતા ધીરજ કુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે જીગરકુમાર ને શરીરના ભાગે ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે અકસ્માત સર્જનાર ગાડીના અજાણ્યા ચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.




Leave a Comment