Banaskantha સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વચ્ચે શુક્રવારે બપોર બાદ આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા અને પાલનપુર,ગઢ,વડગામ,અંબાજી સહિતનાં વિસ્તારોમાં એકા એક ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા મકાનોના નેવા ટપકવા લાગતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા જોકે સીઝનમાં ત્રીજી વાર કમોસમી વરસાદ થતા ખેતરોના ઉભેલા વિવિધ પાકોને નુકશાન થતા ખેડૂતોના હાલ બેહાલ થવા પામ્યા છે
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની ઋતુને ચોમાસાનું ગ્રહણ લાગ્યું હોય તેમ સીઝનમાં તબક્કાવાર ત્રીજી વાર કમોસમી વરસાદ પડયો છે જેમાં શુક્રવારે બપોર બાદ પાલનપુર,ગઢ,
વડગામ અને અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેને લઇ ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો જેમાં પવનના સુસવાટા સાથે ગાજ વીજ સાથે કમોસમી વરસાદના ઝાપટા પડતા વરસાદી પાણીની રેલમછેલ થવા પામી હતી જોકે આ વરસાદને લઈ વિવિધ વિસ્તારોમાં ઘઉનો લેવાના બાકી છે વરિયાળીનો પાક તૈયાર છે અને મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર થયેલ છે.
જે પાકોને આ કમોસમી વરસાદથી ભારે નુકશાન થવાને લઇ ખેડૂતોની આર્થિક કમ્મર તૂટી જવા પામી છે જોકે વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સ લઇ ઉત્તર ગુજરાત અવાર નવાર કમોસમી વરસાદ પડતાં કુદરત ક્રોપાયમાન થતા ખેડૂતો કાફોડી હાલતમાં મુકાયા છે આ કમોસમી વરસાદથી તાપમાનના પારામાં ઘટાડો થતા વાતાવરણ એકા એક ઠંડુગાર બની જતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો.




Leave a Comment