NATIONAL
હાઈવે પર ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવનાર BJP નેતા ધાકડની ‘કાર પણ અશ્લિલ’, જુઓ વિડીયો

મંદસૌરમાં બીજેપી નેતા મનોહર ધાકડનો એક અશ્લીલ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે.
આ કિસ્સામાં, ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશ દિક્ષિતે કહ્યું છે કે વીડિયોની તપાસ કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, મંદસૌરના બાની ગામના રહેવાસી મનોહર ધાકડની પત્ની વોર્ડ નંબર 8 ના જિલ્લા પંચાયત સભ્ય છે.
View this post on Instagram
13 મેની રાત્રિના આ વીડિયોમાં, મનોહર ધાકડ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પાર્ક કરેલી સફેદ બલેનો કાર (MP14CC4782) માં એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે. બુધવારથી તેનો એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના 8 લેન એક્સપ્રેસ વે પર લગાવવામાં આવેલા હાઇ સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ છે.