GUJARAT
Vadodaraમાં બોર્ડ પરીક્ષાનો તણાવ થઈ, 12 સાયન્સના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

વડોદરામાં બોર્ડની પરીક્ષાના ભારે વધુ એક વિદ્યાર્થીનો જીવ લીધો. શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીએ મોડી રાત સુધી વાંચ્યા બાદ પરીક્ષાના તણાવથી સ્યુસાઇડ નોટ લખીને વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું. 12 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો.
ધોરણ 12માં અભ્યાસ કરતાં 17 વર્ષીય દેવ પાટીલે ગળેફાંસો આપઘાત કરવાની ઘટનામાં પોલીસનું માનવું છે કે બોર્ડ પરીક્ષાનાં તણાવના કારણે વિદ્યાર્થીએ આ અંતિમ પગલું ભર્યું હશે. પુત્ર દેવે આપઘાત કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું. હરણી પોલીસે વિદ્યાર્થીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાત અંગે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે રાજ્યમાં અત્યારે ગુજરાત બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે.