GUJARAT

અમદાવાદના ચંડોળા તળાવમાં વહેલી સવારથી બુલડોઝર એક્શન શરૂ, પોલીસ વડા પણ ઘટનાસ્થળે

ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી કુલ 800થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ફરી એકવાર પોલીસ દ્વારા કાર્યવાહી વધુ ઝડપી કરતાં ચંડોળા તળાવ આસપાસના વીજ કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. પહેલગામ આતંકી હુમલાને લઈ હાલમાં ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવાની કામગીરીમાં લાગેલી છે.

અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં અંદાજે 800 થી વધુ શંકાસ્પદ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.

લલ્લા બિહારીનું ફાર્મહાઉસ તોડી પડાયું

લલ્લા બિહારીના ફાર્મ હાઉસનો દરવાજો હોવાથી પોલીસ દરવાજો તોડીને ફાર્મ હાઉસમાં ઘૂસી હતી. ફાર્મ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી. બાદમાં AMCની ટીમ દ્વારા હથોડાથી ફાર્મ હાઉસ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button