GUJARAT

ગુજરાતના આ જિલ્લાના નાગરીકો સાવધાન, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જોર પકડતું જઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. ખંભાતથી કચ્છ સુધી વરસાદના ઝાપટાં વરસી રહ્યાં છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અસર જોવા મળી છે.

ક્યા કેટલા ઈચ વરસાદ થયો:

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં – 2.8 ઈંચ

કચ્છના માંડવીમાં – 2.3 ઈંચ

વલસાડના પારડીમાં – 1.7 ઈંચ

કચ્છના નખત્રાણામાં – 1.5 ઈંચ

રેડ એલર્ટની ઘોષણા – 28મી જૂન:

આજ શનિવારે હવામાન વિભાગ દ્વારા 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે:

  • રાજકોટ
  • જામનગર
  • પોરબંદર
  • જૂનાગઢ
  • દેવભૂમિ દ્વારકા
  • કચ્છ

આગામી દિવસોની આગાહી:

29-30 જૂન:

કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે વીજળીના ચમકારાની શક્યતા છે.

1 જુલાઈ:

ઑરેન્જ એલર્ટ: નવસારી, વલસાડ

યલો એલર્ટ: અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ

2 જુલાઈ:

20થી વધુ જિલ્લામાં વરસાદ ત્રાટકવાની આગાહી.

ઑરેન્જ એલર્ટ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર

યલો એલર્ટ: કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર

3 જુલાઈ:

ઉત્તર ગુજરાતને અસર કરશે ભારે વરસાદ.

ઑરેન્જ એલર્ટ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ

યલો એલર્ટ: કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી

સાવચેતી જાળવવી:

રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ધસારા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગ અને NDRF ટીમો એલર્ટ પર છે. તંત્રએ નાગરિકોને જરૂરી ન બને ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button