HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભયાનક વિસ્ફોટ: 9ના મોત અને 27થી વધુ ઘાયલ, સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ

Avatar photo
Updated: 15-11-2025, 04.16 AM

Follow us:

દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશને શુક્રવારે રાત્રે એક અકલ્પનીય ઘટના બની હતી. એક પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો.

તેના પડઘા ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયા હતા. પોલીસ સ્ટેશનની ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થયો છે. અનેક વાહનો સળગી ગયા અને માનવ અવશેષો 300 ફૂટ દૂર સુધી વિખરાયેલા મળી આવ્યા.

  • 9 લોકોના મોત

શુક્રવારે રાત્રે આશરે 11:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે અને 27 ઘાયલો હોસ્પિટલમાં જીવ માટે ઝઝૂમી રહ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.

એવી આશંકા છે કે લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે, આગ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળ્યા હતા.

સતત નાના વિસ્ફોટોને કારણે બચાવ ટીમોને લગભગ એક કલાક સુધી ત્યાં પ્રવેશ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.