GUJARAT

અમદાવાદમાં દારૂના નશામાં ધૂત બેફામ ટ્રક ચાલકે એક વ્યક્તિને લીધા અડફેટે, સારવાર દરમિયાન મોત

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે અમદાવાદના નારોલમાં દારૂના નશામાં ધૂત ટેન્કરચાલકે બાંકડા પર બેઠલા એક વ્યક્તિને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

નશામાં ધૂત ડ્રાઇવરે સર્જ્યો અકસ્માત

મળેલી માહિતી મુજબ, નારોલમાં બોમ્બે હોટલ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દારૂના નશામાં ધૂત ટેન્કર ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો.

આ ઘટનામાં બાંકડા બેઠેલા એક વ્યક્તિને અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આગળ જતાં બે ફોર-વ્હીલર, એક ટુ-વ્હીલર અને BRTS બસ સ્ટોપના પિલરને પણ ટક્કર મારી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેન્કર ચાલક પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો. સિટિઝન ખાંટા સામે આવેલા PWD ઢાળ પાસે એક પ્લેટફોર્મ પર બેઠેલા એક વ્યક્તિને ટેન્કરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસનો કાફલો અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી

અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવના પગલે પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આરોપી ટેન્કર ચાલકની ધરપકડ કરી છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button