લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Randeep Hooda બન્યા પિતા! દીકરીનું નામ ‘ન્યોમિકા’ રાખ્યું

by

Thenewsdk

Updated: 10-04-2026, 07.52 PM

Follow us:

Randeep hooda baby girl : બોલિવૂડના જાણીતા અભિનેતા Randeep Hoodaના ઘરે ખુશીઓ આવી પહોંચી છે. તેમની પત્ની Lin Laishramએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબર સાથે હૂડ્ડા પરિવારમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર શેર કરી પહેલી ઝલક

રણદીપે પોતાની દીકરીની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં લિન લૈશરામ પોતાની નાની દીકરીને પ્રેમથી બાહોમાં લઈને દેખાઈ રહી છે. ફેન્સ અને સેલિબ્રિટીઝ તરફથી તેમને અભિનંદન મળી રહ્યા છે.

દીકરીનું નામ ‘ન્યોમિકા’

રણદીપ હુડ્ડાએ પોતાની દીકરીનું નામ ‘ન્યોમિકા હૂડ્ડા’ રાખ્યું છે. તેમણે જણાવ્યું કે આ નામનો અર્થ ‘ભગવાનની કૃપા, સ્વતંત્રતા અને આકાશ જેવી અપરંપારતા’ થાય છે. અભિનેતાએ પોતાની દીકરીને “પોતાની દુનિયાનું નવું કેન્દ્ર” પણ જણાવ્યું છે.

કપલનું ભાવુક નિવેદન

દીકરીના નામ વિશે વાત કરતાં રણદીપ અને લિને જણાવ્યું કે, “આ નામ પસંદ કરવું અમારા માટે ખૂબ જ ખાસ પળ હતી. ‘ન્યોમિકા’ નામ સાંભળતા જ અમને લાગ્યું કે આ અમારી દીકરી માટે પરફેક્ટ છે. છેલ્લા એક મહિના અમારી જિંદગીમાં અદ્ભુત બદલાવ લાવ્યો છે.”

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤