NATIONAL

એક પતિની 4 પત્નીઓ, કોર્ટમાં બંને પત્ની વચ્ચે થઈ એવી બબાલ કે લોકો જોતા રહી ગયા

કોઈપણ સ્ત્રીને તેની સૌતન પસંદ નથી હોતી. શું થશે જ્યારે કોઈ એક મહિલાને એક બે નહીં પરંતુ 3 સૌતન હોય? ભરણપોષણ માટે તેની પહેલી પત્નીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જ્યારે કોર્ટમાં પહોંચી તો તેનો પતિ ચોથી પત્ની સાથે લઈને આવ્યો હતો. અને ત્યારબાદ આ બંને વચ્ચે વાદવિવાદ થતા વાતચીતથી થયેલી બબાલ મારા મારી સુધી પહોંચી હતી.

કોર્ટ પરિસરમાં ખૂબ હંગામો થયો હતો. બંને મહિલાઓ એકબીજાને વાળ પકડી મારપીટ કરી રહી હતી. આ જોઈ ઘણા લોકો ટોળું વળી ગયા હતા. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો મધ્યપ્રદેશના દતિયા કુટુંબ અદાલત પરિસરનો છે. અહીંયા મંગળવારે 2 મહિલાઓ વચ્ચે મારપીટને જોઈ ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા. હકીકતમાં પહેલી પત્નીએ પતિ પર ભરણપોષણ માટેનો કેસ કર્યો હતો જેના પર સુનવણી બાદ અદાલતે 3.19 લાખ રૂપિયા પહેલી પત્નીને ચૂકવવાનું અથવા તો જેલમાં જવાનો આદેશ સંભળાવ્યો હતો. એવામાં આ સાંભળી ફરિયાદી મહિલાની સૌતન તેમજ નણંદ એ તેની પર હુમલો કર્યો હતો.

જિલ્લા કુટુંબ ન્યાયાલય પરિસરમાં મહિલાઓ વચ્ચે થયેલી આ મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. મહિલા પોલીસકર્મી તેમજ વકીલોએ માંડ માંડ આ બંને મહિલાઓને છૂટા પાડ્યા હતા. એડવોકેટ વાજીદ અલી બુખારી એ જણાવ્યું હતું કે રાજુદાના લગ્ન થોડા વર્ષો પહેલા ઝાંસીમાં રહેતી હયાતઉલ્લા સાથે થયા હતા. થોડા વર્ષો બાદ હયાતઉલ્લાએ રાજુદા ખાનને છોડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button