
ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો. ત્યારે આ પ્લેનમાં ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પણ હોવાનું સામે આવ્યું હતું.ત્યારે પરિમલ નથવાણી તેમના મૃત્યુનો શોક વ્યક્ત કર્યો છે.
અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અવસાન વિશે જાણીને દુઃખ થયું. હું તેમને છેલ્લા ઘણા વર્ષોથી વ્યક્તિગત રીતે જાણતો હતો અને તેઓ ખૂબ જ સારા માણસ હતા. તેમની અકાળ વિદાય માટે મારી પાસે શબ્દો નથી. આ શોકના સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન દ્વારકાધીશ તેમને શાશ્વત શાંતિ આપે. ઓમ શાંતિ