સની કૌશલનું રૅપ ડેબ્યુ “મિડ એઈર ફ્રીવર્સ” રિલીઝ – નિશ્ચિત રીતે દિલ જીતી જશે
સની કૌશલનો પંજાબી રૅપ સૉંગ "મિડ એઈર ફ્રીવર્સ" થયો રિલીઝ – મોજ અને ઉર્જાથી ભરેલો આ ગીત તમારી પ્લેલિસ્ટમાં ચોક્કસ સ્થાન બનાવશે

બૉલિવૂડ એક્ટર સની કૌશલે પોતાનું નવું રૅપ ગીત “મિડ એઈર ફ્રીવર્સ” આજે રિલીઝ કર્યું છે. આ ગીત તેમણે “માસ અપીલ” નામની મ્યુઝિક કંપની સાથે મળીને બનાવ્યું છે. ‘શિદ્દત’ ફિલ્મથી ઓળખ મેળવનાર સનીએ આ ગીતના બોલ પોતે લખ્યા છે અને પોતે જ ગાયું પણ છે. આ ગીતનું મ્યુઝિક અપસાઇડડાઉન અને આઇકોનિક (ICONYK) દ્વારા બનાવાયું છે.
ગીતમાં સનીનો પંજાબી અંદાજ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમની અવાજ પણ ખુબ જ શાનદાર છે, જે ગીતને વધુ ખાસ બનાવે છે. વીડિયો માં સની બ્લેક સૂટ, દાઢી અને સ્ટાઇલિશ ચશ્મામાં ખુબ સ્માર્ટ લાગી રહ્યા છે. તેમનો લુક ગીતની વાઇબ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.
સની કૌશલે જણાવ્યું: “આ એક ખૂબ મજેદાર ગીત છે. મેં આ ગીત દિલથી બનાવ્યું છે અને મને તેને બનાવતાં ઘણો આનંદ આવ્યો. આશા છે કે લોકોને પણ આ ગીત સાંભળી એટલો જ આનંદ મળશે.”
માસ અપીલના હેડ નવજોત સિંહે જણાવ્યું: “જ્યારે અમને સની સાથે આ ગીત પર કામ કરવાનો મોકો મળ્યો, ત્યારે અમે તરત જ હા કહી દીધી. ગીત બહુ જ સારું છે અને સનીનો મ્યુઝિક પ્રત્યેનો ઉત્સાહ જોઈને અમને વિશ્વાસ થઈ ગયો કે આ લોકો જરૂરથી પસંદ કરશે.”
સની કૌશલે અત્યાર સુધી ‘શિદ્દત’, ‘હસીન દિલરુબા’ અને ‘મિલી’ જેવી ફિલ્મોમાં અલગ-अलग પાત્રોથી લોકોને ઇમ્પ્રેસ કર્યા છે. પણ આ નવા ગીતમાં તેમણે પોતાને એક નવા અંદાજમાં રજૂ કર્યા છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી.
સનીએ આ ગીતનો ટીઝર એક દિવસ પહેલા શેર કર્યો હતો, જેને જોઈને ફૅન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. તેમનો સ્ટાઇલ અને લુક બધાને ખૂબ જ પસંદ આવ્યો.