GUJARAT
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,અનેક વિસ્તારોમાં થશે મેઘમહેર

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે,ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત પર રચાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 23 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના છે.
તેથી, 23 જૂન સુધી અમદાવાદ, આણંદ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં સિસ્ટમે ચેતવણી જારી કરી છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 23 જૂન સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે.