હિના ખાન 11 વર્ષના અફેર બાદ હિન્દુ છોકરાને પરણી, એક્ટ્રેસ બ્રેસ્ટ કેન્સર સામે જંગ જીતી હતી

યે રિશ્તા…’ ફેમ હિના ખાન અંતે હિન્દુ છોકરને પરણી ગઈ છે. છેલ્લા 11 વર્ષથી બન્ને ડેટ કરી રહ્યા હતા. હિના ખાન અને રોકી જયસ્વાલ લગ્ન કરી લીધા છે. થોડા મહિનાઓ પહેલા જ એક્ટ્રેસ બ્રેસ્ટ કેન્સર સામેની લડાઈ જીતી હતી. હવે તેણે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી ફેન્સને વધુ એક ખુશીના સમાચાર આપ્યાં છે. તેણે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને આ માહિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની અને રોકી જયસ્વાલની તસવીરો શેર કરી છે.
હિના ખાને પોસ્ટ શેર કરી ફેન્સને ગુડન્યૂઝ આપ્યાં હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નના ફોટા શેર કર્યા અને લખ્યું, ‘બે અલગ-અલગ દુનિયામાંથી, અમે પ્રેમનું યુનિવર્સ બનાવ્યું. અમારા મતભેદો દૂર થયા, અમારા દિલ એક થયા, એક એવું બંધન બનાવ્યું જે જીવનભર ટકી રહેશે. અમે દરેક પરિસ્થિતિને સાથે મળીને ઉકેલીએ છીએ. આજે, અમારું જોડાણ પ્રેમ અને કાયદામાં કાયમ માટે બંધાયેલું છે. અમે પતિ-પત્ની તરીકે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ.’ગુજરાતી મહેંદી આર્ટિસ્ટ પાસે હિના ખાને મહેંદી મુકાવી હિના ખાનના હાથમાં જાણીતાં ગુજરાતી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડાએ મહેંદી મૂકી હતી.
રસપ્રદ વાત એ છે કે બોલિવૂડ સેલેબ્સનાં લગ્ન હોય ત્યારે વીણા નાગડા જ મહેંદી મૂકતાં હોય છે. વીણા નાગડા ફિલ્મોમાં પણ એક્ટ્રેસિસને મહેંદી મૂકે છે. તો ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ દુલ્હનનો બ્રાઈડલ મેકઓવર કર્યો હતો. હિના ખાનની જ્વેલરીથી લઈને કપડાં સુધી દરેક ડિઝાઈન મનીષ મલ્હોત્રા દ્વારા કરવામાં આવી હતી.કોણ છે હિના ખાનનો પતિ? રોકી જયસ્વાલ હિના ખાનના મુશ્કેલ સમયમાં તેની પડખે ઊભા રહ્યો હતો. રોકી જયસ્વાલ, જેનું સાચું નામ જયંત જયસ્વાલ છે, એક ફેમસ ટેલિવિઝન નિર્માતા અને ઉદ્યોગપતિ છે. તેણે ઘણા ટીવી શોમાં પડદા પાછળ કામ કરીને ખ્યાતિ મેળવી છે.
તે હિના સાથેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે. હિના સાથે તેની પ્રેમ કહાની ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના સેટ પર શરૂ થઈ હતી. આ સિરિયલમાં એક્ટ્રેસે ‘અક્ષરા’ની ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળતાં હતાં.સેલેબ્સે હિના ખાન પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ હિના ખાનને અભિનંદન આપી રહ્યા છે. એક્ટ્રેસ સોહા અલી ખાને હિનાને અભિનંદન આપતા લખ્યું, ‘અભિનંદન. તમારા જીવનમાં પ્રેમ અને ખુશીઓ રહે તે માટે શુભેચ્છા.’ સોફી ચૌધરીએ લખ્યું, ‘ખૂબ જ સુંદર લાગી રહ્યું છે માશાઅલ્લાહ. ભગવાન તમને બંનેને દુનિયાની બધી ખુશીઓ આપે.’ મલાઈકા અરોરાએ લખ્યું, ‘ખૂબ જ સુંદર. અભિનંદન. તમે બંને પ્રેમ અને ખુશીને પાત્ર છો.’
ગયા વર્ષે જૂન મહિનામાં જ હિનાએ કેન્સરની માહિતી આપી હતી હિનાએ ગયા વર્ષે 28 જૂને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર છે. પોસ્ટમાં, હિનાએ લખ્યું, ‘હાલમાં ઊડી રહેલી અફવાઓ વચ્ચે, હું તમને કેટલીક મહત્ત્વની માહિતી આપવા માંગુ છું. હું બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છું. હું ઠીક છું! હું મજબૂત છું અને હું મક્કમ છું. હું આ રોગ પર કાબૂ મેળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને હું આને વધુ મજબૂત બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા તૈયાર છું. તેને સમયસર કિમોથેરાપીની સારવાર લઈને કેન્સરની લડાઈ પર જીત મેળવી હતી.
હિના ખાનનું વર્કફ્રન્ટ હિના ખાનએ છેલ્લે વેબ સિરીઝ ‘ગૃહ લક્ષ્મી’માં એક્ટિંગ કરી હતી. આ શોમાં ચંકી પાંડે, રાહુલ દેવ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય પણ મુખ્ય ભૂમિકાઓમાં હતા. ‘અક્ષરા’ અને ‘કોમોલિકા’ (કસોટી જિંદગી કી 2) જેવા વિવિધ શોમાં ભૂમિકા ભજવી હતી. એક્ટ્રેસ આગામી સિટકોમ ‘પતિ, પત્ની, ઔર પંગા’ સાથે ટેલિવિઝન પર ધમાકેદાર વાપસી કરવા માટે તૈયાર છે. એક્ટ્રેસ ‘બિગ બોસ 11’ અને ‘ખતરોં કે ખિલાડી 13’ માં પણ ભાગ લઈ ચૂકી છે.